સતત બીજા દિવસે PM મોદીનો અમદાવાદમાં મેગા રોડ શો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પીએમ મોદી સતત બે દિવસથી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. ત્યારે બીજા તબક્કાનો પ્રચાર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 10 કિમી લાંબો ભવ્ય રોડ શૉ યોજાઈ રહ્યો છે.
શાહિનબાગથી સરસપુર સુધી પીએમનો રોડ શો
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે પુર જોસમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે સતત પીએમ મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરી રહ્યા છે. આ રોડ શો શાહિનબાગથી સરસપુર સુધી યોજાઈ રહ્યો છે. ત્યારે પીએમની એક ઝલક જોવા લોકો ઉમટી પડ્યા છે.
ભદ્રકાળીના દર્શન કર્યા
રોડ શોની શરુઆત કરતા પીએમ મોદીએ અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા છે. બેરિકેડ તેમજ ચુસ્ત દંબોબસ્ત વચ્ચે પીએમના રોડ શોના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. પીએેમ મોદી માતા ભદ્રકાળીના દર્શન કરી ફરી રોડ શોમાં લાગી ગયા હતા. ત્યારે બીજા તબક્કાના મતદાનને લઈને અંતિમ ઘડીનો આ ભવ્ય રોડ શો યોજવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણ એકસરખા, જાણો શું છે કારણ
બાપુનગરથી હીરાવાડી સુધી પણ યોજાશે રોડ શો
અમદાવાદમાં આજે પીએમ મોદી સરસપુરમાં સભા કરશે તે બાદ પીએમ મોદીનો 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી બીજો રોડ શો યોજાશે. જે બીજા રોડ શોમાં બાપુનગરથી હીરાવાડી સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાવવાનો છે. હરીભાઈ ગોદાની સર્કલ, એવરેસ્ટ ચાર રસ્તા, ભીડભંજન ચાર રસ્તા રોડ શો દ્વારા આવરી લેવામાં આવશે