ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ ભારત અને ઈન્ડિયાના મુદ્દા પર મંત્રીઓને આપી સૂચના, શું છે વિવાદ?

Text To Speech
  • G-20 સંબંધિત ડિનરના આમંત્રણ પર ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (6 સપ્ટેમ્બર) મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને ભારત અને ઈન્ડિયા વિવાદ પર કંઈ ન કહેવા સૂચના આપી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓને એમ પણ કહ્યું હતું કે G-20 બેઠકમાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈ મંત્રી બોલશે નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ બસ પૂલનો ઉપયોગ કરવા માટે ખાસ સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમે કહ્યું છે કે 9મીએ આયોજિત રાત્રિભોજનમાં સામેલ થનારા મંત્રીઓએ સ્થળ પર પહોંચવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરી અને ત્યાર બાદ બોર્ડ બસમાં સંસદ ભવનના સંકુલે પહોંચી જવા ક્હ્યું છે.

રાત્રિભોજન અંગે પ્રધાનોને વડાપ્રધાનની સલાહ

ડિનર માટે આમંત્રિત કરાયેલા મુખ્યમંત્રી પણ તેમના કાફલા સાથે સંસદ ભવન સંકુલ પહોંચશે અને ત્યાંથી બસમાં બેસીને રવાના થશે. રાત્રિભોજન માટે મંત્રીઓ અને મુખ્યમંત્રીએ સાંજે 5:50 વાગ્યા સુધીમાં સંસદ ભવન સંકુલમાં પહોંચવાનું રહેશે અને સાંજે 6:30 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચવાનું રહેશે.

દિલ્હીમાં જી-20 સમિટ યોજાઈ

તમને જણાવી દઈએ કે ભારતની અધ્યક્ષતામાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જી-20 ડિનરનું આયોજન કરવામાં આવશે.

આમંત્રણ પત્ર પર વિવાદ

તેના આમંત્રણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે સંબોધવામાં આવ્યા છે. વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવા સામે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાથી ડરીને દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતના 44 લાખ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરાયું

Back to top button