ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: PM મોદીએ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોમાં વિદ્યાર્થીઓ સાથે સફરની મજા માણી

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 06 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું છે. પીએમ મોદીએ ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનમાં સફરની મજા પણ માણી હતી. આ દરમિયાન તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. એક વીડિયોમાં પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે. વીડિયોમાં જોવા મળે છે કે, પહેલા પીએમ મોદીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો, પછી તેમની બેસવાની વ્યવસ્થા કરી અને વાતચીત કરવાનું શરૂ કર્યું.

જૂઓ પીએમ મોદીનો વિદ્યાર્થી સાથે સંવાદ કરતો વીડિયો

પીએમ મોદીએ મેટ્રોમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

વડાપ્રધાન મોદી સાથે અંડરવોટર મેટ્રોની યાત્રા શરૂ કરતા પહેલા સ્કૂલની વિદ્યાર્થિની પ્રજ્ઞાએ કહ્યું, હું પીએમ મોદીને મળીને તેમની સાથે અંડરવોટર મેટ્રોમાં મુસાફરી કરીને ખૂબ જ ઉત્સાહિત છું. આ દરમિયાન, અન્ય એક સ્કૂલ ગર્લ ઈશિકા મહતોએ કહ્યું કે તે પીએમ મોદીને જોવાનો મોકો મળતાં હું ખૂબ ખુશ છે. આ સિવાય પીએમ મોદીએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મેટ્રો કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. પીએમ મોદી સાથે ટ્રેનમાં બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદાર અને WB LOP અને BJP MLA સુવેન્દુ અધિકારી પણ હાજર હતા.

એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પર મોદી-મોદીના નારા લાગ્યા

મેટ્રોમાં મુસાફરી કર્યા બાદ પીએમ મોદી કોલકાતાના એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પહોંચ્યા. ત્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મેટ્રો સ્ટેશન મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

નદીના પટથી 32 મીટર નીચે મેટ્રો બનાવવામાં આવી

ઉલ્લેખનીય છે કે આ અંડરવોટર મેટ્રો ટનલ હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન વચ્ચે ચાલશે. આ મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે બનાવવામાં આવી છે. કોલકાતા મેટ્રો હાવડા મેદાન-એસ્પ્લેનેડ ટનલ એ ભારતમાં કોઈપણ નદીની નીચે બાંધવામાં આવેલી પ્રથમ પરિવહન ટનલ છે. એવું માનવામાં આવે છે કે આ અંડરગ્રાઉન્ડ મેટ્રો 45 સેકન્ડમાં હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર કાપશે. આ ટનલ કોલકાતાના લોકોનો સમય બચાવશે એટલું જ નહીં પણ તેમને આરામદાયક મુસાફરી પણ આપશે. કોલકાતાને મેટ્રોની આ ભેટથી કરોડો લોકોને સીધો ફાયદો થશે. આ મેટ્રોનું કામ 13 વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ 2015 પછી તેને વેગ મળ્યો અને આ ટનલ બનાવવામાં માત્ર 66 દિવસનો સમય લાગ્યો.

આ પણ વાંચો: કોલકાતામાં આજથી શરૂ થનાર પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન વિશે જાણો ખાસ વિશેષતા

Back to top button