ગુજરાતટોપ ન્યૂઝ

Video: ભવ્ય નજારો, PM મોદીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કર્યું

Text To Speech

આજથી ત્રણ દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં PM નરેન્દ્ર મોદી આજે મોઢેરાની મુલાકાત લીધી છે. તેમાં સૂર્ય મંદિરમાં 3D પ્રોજેક્શન, હેરીટેજ લાઈટિંગનુ ઉદ્ઘાટન કર્યું છે. તથા મોઢેરા સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં સૌર ઉર્જાથી સંચાલિત પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો યોજાયો છે. તેમાં દરરોજ સાંજે 7થી 7:30 વાગ્યા સુધી 3D પ્રોજેક્શન ઓપરેટ થશે.

 

સૌર ઉર્જાથી સંચાલિત થશે પ્રોજેક્શન મેપિંગ અને લાઈટિંગ શો

3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચાલશે. તથા સૂર્ય મંદિરના પરિસરમાં રોજ આકર્ષક હેરિટેજ લાઇટિંગ થશે. તેમજ રવિવારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમાં રવિવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટથી સીધા જ મોઢેરાના કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ નીકળ્યા હતા. તથા પીએમ મોદી મોઢેશ્વરી માતાના દર્શન કરી સૂર્ય મંદીરની પણ મુલાકાત લીધી છે. જેમાં વિવિધ વિકાસ કાર્યક્રમો અને સભાને પીએમ મોદીએ સંબોધી છે.

રાત્રી રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે

PM મોદી રવિવારે રાત્રી રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે. અને 10 ઓક્ટોબર સવારે ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ભરૂચના કાર્યક્રમમાં જાહેરસભાને સંબોધન કરશે. તથા પીએમ મોદી સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં આણંદ શાસ્ત્રી મેદાનમા સભાને સંબોધન કરશે. તેમજ આણંદ કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરશે. જ્યાં અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે.

સિવિલ હોસ્પિટલમા વિકાસ કામોનું લોકાર્પણ ખાત મુહૂર્ત કરશે

સોમવારે પીએમ મોદી અમદાવાદથી જામનગર જવા રવાના થશે. જામનગરમા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધિત કરશે. તથા જામનગરમા રાત્રી રોકાણ કરશે. તથા 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમાં જામકંડોરણા ખાતે પણ સભાને સંબોધિત કરશે. અને જામકંડોરણાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી અમદાવાદ પરત ફરશે. તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમા વિકાસ કામોના લોકાર્પણ ખાત મુહૂર્ત બાદ સભા સંબોધશે. તથા અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્લી પરત ફરશે.

Back to top button