પ્રધાનમંત્રી મોદીએ ઇન-સીટૂ સ્લમ પુનર્વાસ પરિયોજના અંતર્ગત દિલ્લીમાં આર્થિકરૂપે નબળાં વર્ગનાં લોકો માટે 3024 નવાં ફ્લેટ્સ ફાળવ્યાં છે. PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં રહેતા 500 લોકોને પાક્કા ઘરની ચાવીઓ આપી.
"Big day for slum dwellers in Delhi," PM Modi hands over keys of EWS flats
Read @ANI Story | https://t.co/7mNsJDjpAP
#PMModi #EWSFlats #SlumDwellers pic.twitter.com/i865RWwjcg— ANI Digital (@ani_digital) November 2, 2022
આ ખાસ મુદે પીએમએ ભારપૂર્વક કહ્યું કે કાલકાજી એક્સટેન્શનમાં 3 હજારથી વધુ ગરીબોને ઘર ફાળવી દેવામાં આવ્યાં છે અને આવનારાં સમયમાં ગરીબ પરિવારોને તેમનું પોતાનું ઘર મળી જશે. તમામને નવા ઘરમાં ગૃહપ્રવેશ કરવાનો મોકો મળશે.
- PMએ 3000થી વધુ ફલેટ્સ ગરીબોને ફાળવ્યા
- ‘વન નેશન વન રાશન કાર્ડ’ પર કરી વાત
- સરકારની દરેક યોજનાના કેન્દ્રમાં ગરીબો: PM
કેટલાય પરિવારો વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહે છે: મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દિલ્હીના એવા કેટલાય પરિવારો છે જે વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર છે. પરંતુ આજે તેમના માટે મોટો દિવસ છે. આજે તેમના જીવનની નવી શરૂઆત છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં ગરીબોની ઘણી સમસ્યાઓની વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન સરકારની દરેક યોજનાના કેન્દ્રમાં ગરીબો છે. ગરીબોને ધ્યાનમાં રાખીને જ કામ કરવામાં આવી રહ્યું છે.
PM Modi inaugurates 3,024 EWS flats in Delhi for rehabilitating slum dwellers
Read @ANI Story | https://t.co/ePTiBgUaUX
#PMModi #EWSFlats #SlumDwellers pic.twitter.com/a5L8uF5fwJ— ANI Digital (@ani_digital) November 2, 2022
‘વન નેશન વન રાશન કાર્ડ’
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશમાં ગરીબોની સરકાર છે. એવી સરકાર કે જે ગરીબોને પોતાની પરિસ્થિતિ પર છોડી દેતી નથી. એ સરકાર છે જેની દરેક નીતિ ગરીબને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. પીએમ એ પોતાના સંબોધનમાં વન નેશન વન રાશન કાર્ડની પણ વાત કરી. તેમણે કહ્યું કે આજે પણ ઘણાં લોકોને રાશન કાર્ડ સંબંધિત અવ્યવસ્થાઓથી હેરાન થવું પડે છે. તેથી જ સરકાર તરફથી વન નેશન વન રાશન કાર્ડની શરૂઆત કરવામાં આવી છે.
3024 ફ્લેટનો પ્રોજેક્ટ
મળેલ માહિતી અનુસાર, 3024 ફ્લેટ્સનાં નિર્માણમાં લગભગ 345 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ ફ્લેટનાં કિચનમાં વિટ્રિફાઇડ ફ્લોર ટાઇલ્સ, સિરેમિક ટાઇલ્સ અને ઉદયપુર ગ્રીન મારબલ કાઉંટર જેવી સુવિધાઓ છે. તેમા સાર્વજનિક પાર્ક, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાંટ, ડ્યુઅલ વોટર પાઇપલાઇન, લિફ્ટ અને સાફ પાણી જેવી વ્યવસ્થાઓ છે.
3 સ્લમ સમૂહ માટે કામ
ડીડીએ એ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતલી કોલોનીમાં આવી 3 પરિયોજનાઓ શરૂ કરી છે. કાલકાજી વિસ્તાર પરિયોજના અંતર્ગત 3 સ્લમ સમૂહો- ભૂમિહીન, નવજીવન અને જવાહર શિવિરોનાં પુનર્વાસનું કામ ચરણબદ્ધ રૂપે કરવામાં આવી રહ્યું છે.