આજથી મેટ્રોનો ઉત્તર-દક્ષિણ કોરિડોર થશે શરુ : વેજલપુર APMC થી મોટેરા રુટ વચ્ચે સેવા શરુ કરાશે
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના રુટનું પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કર્યું હતુ. જેમાંથી પ્રથમ રુટના એક રુટ વસ્ત્રાલથી થલતેજને બે ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો છે. જ્યારે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટને 06 ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે.
આજથી મેટ્રોના 18.87 કિમી ઉત્તર-દક્ષિણ કોરિડોર શરુ કરાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) 6 ઓક્ટોબરથી અમદાવાદ મેટ્રોના 18.87 કિમી ઉત્તર-દક્ષિણ કોરિડોર શરુ કરશે. આ મહિને પેસેન્જર મુસાફરી માટે ખુલ્લો મુકવામાં આવનાર પ્રોજેક્ટનો ફેઝ-1નો આ બીજો કોરિડોર હશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનો સમાવેશ કરતી અમદાવાદ મેટ્રોના તબક્કા-1નું 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, 40.03 કિમી નેટવર્ક પર વ્યાપારી કામગીરી અગાઉ 2 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી.
વેજલપુર APMC થી મોટેરા સ્ટેડિયમ વચ્ચે શરુ થશે મેટ્રો સેવા
6 ઓક્ટોબરથી શરુ થનાર અમદાવાદ મેટ્રોનો ઉત્તર-દક્ષિણ કોરિડોર તે મોટેરા સ્ટેડિયમને વેજલપુર APMC સાથે જોડશે. આ રુટમાં જીવરાજ પાર્ક, રાજીવનગર, શ્રેયસ, પાલડી,ગાંધીગ્રામ,ઓલ્ડ હાઈર્કોટ, , ઉસ્માનપુરા,વિજયનગર, રાણીપ , સાબરમતી રેલ્વે સ્ટેશન, AE 6,સાબરમતી સ્ટેશનનો સમાવેશ થશે.
PM મોદીએ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતુ.
વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ (કુલ લંબાઈ 21.16 કિમી) વચ્ચેનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર માર્ચ 2019 થી આંશિક રીતે કાર્યરત હતો, જ્યારે PM મોદીએ વસ્ત્રાલ ગામ અને એપેરલ પાર્ક વચ્ચેના કોરિડોરના 6.5-km પટનું ઉદ્ઘાટન કર્યું હતું. 30 સપ્ટેમ્બર પછી, પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો લગભગ 20 કિમી કાર્યરત થઈ ગયો. જો કે, થલતેજ અને થલતેજ ગામ વચ્ચેનું 1.4 કિમીનું અંતર હજુ બાંધકામ હેઠળ છે, અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એ જ રીતે કાંકરિયા પૂર્વ ભૂગર્ભ રેલ્વે સ્ટેશનનું બાંધકામ હજુ પણ ચાલુ છે
આ પણ વાંચો: અમદાવાદને મેટ્રો ઉપરાંત પીએમ મોદીએ આપી બીજી પણ ભેટો, જાણો તમામ માહિતી