ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ IOCના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું, અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ હાજર

IOC Session: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું, ભારત બીજી વખત IOC નું આયોજન કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોની આ મહત્વપૂર્ણ બેઠક છે.

141st IOC Session-HDNEWS
ફોટો- ટ્વિટર@iocmedia

આઇઓસી સત્રમાં ઓલિમ્પિક ગેમ્સના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. ભારત 40 વર્ષ પછી બીજી વખત IOC સત્રનું આયોજન કરી રહ્યું છે. અગાઉ 1983માં નવી દિલ્હીમાં IOCનું 86મું સત્ર યોજાયું હતું. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં યોજાનાર IOCનું 141મું સત્ર વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને મિત્રતા, આદર અને શ્રેષ્ઠતાના ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટેના દેશના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

 

PM નરેન્દ્ર મોદી મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા:

PM નરેન્દ્ર મોદી મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યા છે, જ્યાં તેણે IOC સત્રનું ઉદ્ઘાટન કર્યું છે. IOC સત્રમાં રમતગમત જગતની ઘણી જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી છે.

 

 

  • અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) પહોંચ્યા.

 

  • અભિનેત્રી દીપિકા પાદુકોણ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) પહોંચી.

 

  • ભારતીય એથલીટ નીરજ ચોપરા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) પહોંચ્યા.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદીઃ રાજકારણી, લેખક, કવિ અને હવે ગરબાના ગીતકાર પણ!

Back to top button