સૌરાષ્ટ્રને PM મોદીની ભેટઃ આટકોટમાં અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ
ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટનાં જસદણનાં આટકોટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાટીદાર સમાજ દ્વારા 40 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી તેમજ તેનું નિરીક્ષણ કર્યું હતું. તો, ડૉ. ભરત બોઘરાએ હોસ્પિટલમાં રહેલી અન્ય સુવિધાઓ વિશે માહિતી આપી હતી.
સૌરાષ્ટ્રની અત્યાધુનિક હોસ્પિટલ
આટકોટમાં બનાવેલી હોસ્પિટલ અત્યાધુનિક છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા છે. જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું 150 ચાર્જ વસુલાશે. જેમાં દર્દીઓને ૩ ટાઈમનું ભોજન પણ આપવામાં આવશે. બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટર છે. આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે.
ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે-PM
આરકોટમાં સભાને સંબોધતા પી.એમ મોદીએ કહ્યુ કે, રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી. 2001 પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. અને ડોકટર માટે માંડ 1100 બેઠક હતી.ત્યારે આજે ગુજરાતમાં સરકાર અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો મળી 30 કોલેજો એકલા ગુજરાતમાં છે. એટલું જ નહી દેશના દરેક જિલ્લામાં બનાવવાની ઈચ્છા છે. એક સમય પહેલા માત્ર 1100 બેઠકો હતી. ત્યારે અત્યારે 8000 થી વધુ બેઠકો છે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે.