ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેસરિયા સાફામાં કર્તવ્ય પથ પર પહોંચ્યા પીએમ મોદી, જોવા મળ્યો અનોખો અંદાજ

Text To Speech

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2025: સમગ્ર દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર પીએમ મોદી ફરી એક વાર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસના અવસર પર ભૂરા રંગમાં બંધ ગોળ કોટ સાથે કેસરિયો સાફો લગાવ્યો હતો. તેમાં લાલ અને પીળા રંગનું સંયોજન દેખાઈ રહ્યું છે. પીએમ દર વખતે અલગ અલગ રંગના સાફામાં ગણતંત્ર દિવસ પર દેખાય છે.

આ અગાઉ પીએમ મોદીએ સૌથી પહેલા રાષ્ટ્રીય સ્મારક જઈને દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં વીર જવાન જ્યોતિ સામે સેના તરફથી બેન્ડ સાથે પુષ્પાંજલિ આપવામાં આવે છે.

દેશવાસીઓને આપી શુભકામનાઓ

આ અગાઉ પીએમ મોદીએ 76માં પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ કામના કરી અને આ રાષ્ટ્રીય ઉત્સવ સંવિધાનના મૂલ્યોને સંરક્ષિત કરવાની સાથે એક સશક્ત તથા સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વધારે મજબૂત કરે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ગણતંત્ર દિવસની અઢળક શુભેચ્છાઓ. આજે આપણે ગૌરવશાળી ગણતંત્રના 75મી વર્ષગાંઠ ઉજરી રહ્યા છીએ.

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસ પર ભગવાન મહાકાલનો જબરદસ્ત શ્રૃંગાર, જુઓ મનમોહક વીડિયો

Back to top button