ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ જિનપિંગ સાથેની વાતચીતમાં કહ્યું; સરહદ પર શાંતિ પ્રાથમિકતા હોવી જોઈએ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 23 ઓક્ટોબર : પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. અમે 5 વર્ષ પછી (ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે) મળ્યા છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરસ્પર વિશ્વાસ, પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીલતા આપણા રાજદ્વારી સંબંધોનો પાયાનો પથ્થર હોવો જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને કહ્યું કે અમે સરહદ સમજૂતીનું સ્વાગત કરીએ છીએ.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોના મહત્ત્વનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે અમે પાંચ વર્ષ પછી ઔપચારિક બેઠક યોજી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે ભારત-ચીન સંબંધો માત્ર આપણા લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

બેઠક દરમિયાન, બંને નેતાઓ સહમત થયા કે ભારત-ચીન સરહદ પ્રશ્ન પર, વિશેષ પ્રતિનિધિ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સંવાદિતાના સંચાલનની દેખરેખ કરશે. આ મુદ્દાનો ન્યાયી, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે અમે ટૂંક સમયમાં મળીશું.

બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બે પડોશીઓ અને વિશ્વના બે સૌથી મોટા રાષ્ટ્રો તરીકે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરશે. તે મલ્ટિપોલર એશિયા અને મલ્ટિપોલર વર્લ્ડમાં પણ યોગદાન આપશે.

આ પણ વાંચો :MVAમાં ઉદ્ધવની શિવસેનાનું કદ ઘટ્યું! 30 વર્ષમાં પહેલીવાર મળી આટલી ઓછી બેઠકો

Back to top button