વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના એથેન્સ ખાતે એક દિવસીય મુલાકાતે પહોંચ્યા, 40 વર્ષ બાદ ભારતીય PMની મુલાકાત
HD ન્યૂઝ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના પ્રવાસની સમાપ્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગ્રીસના એથેન્સ પહોંચી ગયા છે. ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિટિસે PM મોદીનું એથેન્સ આગમન પર સ્વાગત કર્યું. પીએમ મોદીની આ એક દિવસીય સત્તાવાર મુલાકાત છે. પીએમ મોદી ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણને પગલે સત્તાવાર પ્રવાસે ગયા છે.
ગ્રીસની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે.’ 1983માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે છેલ્લી વખત ગ્રીસ ગયા હતા.
Landed in Athens. Looking forward to a productive Greece visit aimed at deepening India-Greece friendship. I will be holding talks with @PrimeministerGR Kyriakos Mitsotakis and also interacting with the Indian community. pic.twitter.com/CaHaYoa5yb
— Narendra Modi (@narendramodi) August 25, 2023
બિઝનેસ લીડર્સ સાથે મુલાકાતઃ વડાપ્રધાન મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદીના ગ્રીસમાં આગમન બાદ ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ બાદ ત્યાંનો ભારતીય સમુદાય ઘણો ઉત્સાહિત છે. ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોમાં દરિયાઈ પરિવહન, સંરક્ષણ, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ દ્વારા મજબૂત બન્યા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પીએમ મોદીની ગ્રીસ મુલાકાત અંગે કહ્યું કે, વડાપ્રધાન સૈનિકોની કબરો પર પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પછી તેઓ ગ્રીસના રાષ્ટ્રપતિને મળશે. ગ્રીસના પીએમ સાથે વાત કરશે અને બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે.
Amidst the historic landscapes of Greece, the warmth and hospitality of the Indian community shines brightly. A heartfelt thank you to them for the warm welcome. pic.twitter.com/kJO7O5bCLu
— Narendra Modi (@narendramodi) August 25, 2023
સ્વાગત કરવા માટે ઉત્સાહિતઃ અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું કે, ‘ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. વડાપ્રધાન ભારત પરત ફરતા પહેલા તેમની સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકો એથેન્સની હોટલની આસપાસ એકત્ર થયા છે જ્યાં પીએમ મોદી એક દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રોકાશે.
સંબંધોને વધુ સુધારવામાં મદદઃ એથેન્સમાં એક ભારતીયે જણાવ્યું કે ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એકઠા થયા છે. તેમનું કહેવું છે કે, “PM મોદી અને ગ્રીસના PM વચ્ચે વેપાર અને પ્રવાસીઓના મુદ્દાઓ પર ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સુધારવામાં મદદ કરશે.”