ટોપ ન્યૂઝનેશનલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને PM મોદી એક્શનમાં, દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત 

ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદી એક્શનમાં આવ્યા છે અને તેમણે આ ઘટના અંગે એક ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી છે, આ સાથે જ તેઓ આજે બાલાસોર જશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતીનો તાગ મેળવશે.

ઓડિશા અકસ્માતને લઈને PM મોદી એક્શનમાં

ઓડિશાના બાલાસોરમાં ગઈ કાલે સાંજે થયેલા અકસ્માતમાં પીએમ મોદી એક્શન મોડમાં આવ્યા છે, તેમણે અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકબોલાવી છે. આ મીટિંગ બાદ પીએમ મોદી ઓડિશામાં દુર્ઘટના સ્થળ પર જશે અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે અને ત્યારબાદ હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત પણ લેશે. મહત્વનું છે કે PM મોદી ઓડિશા રેલ દુર્ઘટના વિશેની પળે પળની માહિતી લઈ રહ્યા છે.

રેલવે મંત્રીએ આપ્યા તપાસના આદેશ

ઘટનામાં ઘટનામા અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, અને 900 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે આજે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.

ઓડિશા-humdekhengenews

 

બચાવ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે

NDRFના ડીજી અતુલ કરવલે જણાવ્યું છે કે NDRFની 9 ટીમો અકસ્માત સ્થળ પર તૈનાત છે. અમારી પ્રથમ ટીમ ઘટનાના પોણા કલાકમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. 300 થી વધુ લોકો બચાવ કાર્યમાં રોકાયેલા છે અને અમે આજે સાંજ સુધીમાં ત્યાં કામગીરી પૂર્ણ કરી શકીશું.

રક્તદાન માટે લોકોની લાઈનો લાગી

સ્થાનિક બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોની મદદ માટે રક્તદાન કરી રહ્યા છે , લોકો રક્તદાન કરવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. રક્તદાન કરવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, “લોકોની હાલત ખૂબ જ નાજુક છે, ઘણા એવા લોકો છે જેમના પગ અને હાથ નથી. મેં રક્તદાન કર્યું જેથી કોઈનો જીવ બચી શકે અને તેઓ પોતાના ઘરે જઈ શકે.”

ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરાઈ

એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની છે. અકસ્માત માનવ ભૂલ કે ટેકનિકલ કારણોસર થયો છે તે નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

 આ પણ વાંચો : ભારતમાં 10 સૌથી મોટી રેલવે દુર્ઘટનાઓ જેને જોઈ ધ્રુજી ઉઠ્યો હતો આખો દેશ

Back to top button