ટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ પ્રદેશમાં સર્જાયેલી આપત્તિને લઈ PM મોદીએ એક્શન મોડમાં, હાઈપ્રોફાઈલ મિટિંગ બોલાવી કર્યો મહત્વનો નિર્ણય

  • પહાડ પરની દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ PM મોદી એક્શન મોડમાં
  • PM મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈપ્રોફાઈલ મીટિંગ કરી
  • રવિવારે જેપી નડ્ડા હિમાચલ પ્રદેશ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે.હિમાચલ પ્રદેશમાં આપત્તિ બાદ આજે પણ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોને બચાવી લેવાયા છે. ત્યારે આ તરફ પહાડ પરની આ દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ PM મોદી એક્શન મોડમાં આવી ગયા છે.હવે PM મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈપ્રોફાઈલ મીટિંગ કરી છે. આ બેઠકમાં PM મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

PM મોદી એક્શન મોડમાં આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર,પહાડ પરની દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ PM મોદી એક્શન મોડમાં આવ્યા છે. PM મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈપ્રોફાઈલ મીટિંગ કરી છે.PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠક દરમિયાન PM મોદીએ સ્થિતિ અને લેવાયેલા પગલાં અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રવિવારે જેપી નડ્ડા હિમાચલ પ્રદેશ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. વાસ્તવમાં જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના રહેવાસી છે અને તેઓ ત્યાંની મુશ્કેલીઓ અને પડકારોને સારી રીતે સમજે છે. જેપી નડ્ડા હિમાચલના એવા વિસ્તારોની પણ મુલાકાત લેશે જ્યાં પૂર અને વરસાદથી વધુ અસર થઈ છે.

Landslide in Himachal

હિમાચલમાં રાહત કાર્ય યથાવત
મહત્વનું છે કે, છે કે, હિમાચલમાં રાહત અને બચાવ કાર્ય કેટલી ઝડપે ચાલી રહ્યું છે અને અહીં કેવા પ્રકારની મદદની જરૂર છે તેનું નડ્ડા આકલન કરવા જઈ રહ્યા છે. સંદેશ સ્પષ્ટ છે કે, PM મોદીને મળ્યા બાદ જેપી નડ્ડા રાહત કાર્ય સાથે જોડાયેલ તમામ ખામીઓ અને યોગ્યતાઓને સમજશે જેની સામે ત્યાંના લોકો લાચાર છે. જ્યારે શિમલાની વાત કરીએ તો,શિમલામાં ભૂસ્ખલન વચ્ચે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. સમર હિલ જ્યાં ભૂસ્ખલનમાં મંદિર દટાયું હતું, ત્યાં બચાવ કામગીરી હજુ પૂરી થઈ નથી. અન્ય ઘણી જગ્યાએ પણ ભૂસ્ખલનને કારણે કાટમાળ વિખરાયેલો છે, જેને હટાવવા માટે એરફોર્સના ચિનૂક હેલિકોપ્ટરમાંથી જેસીબી મશીન લાવવામાં આવ્યું છે.આ સિવાય હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ પર્વતોનો કાટમાળ હાઈવે પર આવી ગયો છે. રસ્તો બંધ છે. ભૂસ્ખલન બાદ પહાડ પરથી વૃક્ષો નીચે રોડ પર પડી રહ્યા છે. વીજ વાયરો પર વૃક્ષો પડી રહ્યા છે જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. વરસાદ, ભૂસ્ખલનને કારણે શિમલા-કાલકા વચ્ચે દોડતી ટ્રોય ટ્રેનનો રૂટ પણ પ્રભાવિત થયો છે. પાટા નીચેથી જમીન ગાયબ થઈ ગઈ છે.

આ પણ વાંચો : હિમાચલમાં વરસાદે સર્જયો વિનાશ, 12 હજાર ઘરોમાં તિરાડો પડતા લોકો ઘર છોડવા મજબુર

Back to top button