ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ એક્સેલન્સ’થી કરાયા સન્માનિત

  • આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે: વડાપ્રધાન મોદી

ગયાના, 21 નવેમ્બર: ગયાનાના પ્રમુખ ડૉ. ઈરફાન અલીએ આજે ગુરુવારે જ્યોર્જટાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ એક્સલન્સ’થી સન્માનિત કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “મને ગયાનાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું મારા મિત્ર પ્રમુખ ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. અમારા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબદ્ધતાનો આ જીવંત પુરાવો છે. જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે.” આ ઉપરાંત ઈન્ડિયા-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા પણ વડાપ્રધાન મોદીને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

 

‘અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને ગયાના સંબંધો આપણા સહિયારા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પરસ્પર ઊંડા વિશ્વાસ પર આધારિત છે. પ્રમુખ ઈરફાન અલીએ વ્યક્તિગત રીતે આ સંબંધોને અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે, તેમના નેતૃત્વમાં અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ.”

‘અમારો સહયોગ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની ચર્ચામાં મને ભારતના લોકો પ્રત્યેનો તેમનો સ્નેહ અને સન્માન મહસૂસ થયો. ભારત પણ દરેક ક્ષેત્રમાં ગયાના સાથે ખભે ખભા મિલાવીને ચાલવા તૈયાર છે. બે લોકશાહી તરીકે અમારો સહયોગ માત્ર દ્વિપક્ષીય સંબંધો માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ છે.

‘ભારત અને ગયાના વચ્ચે સમાનતાના ઘણા ઉદાહરણો’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અસંખ્ય નદીઓ, ધોધ અને સરોવરોથી આશીર્વાદિત ગયાનાને ‘અનેક જળોની ભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે ગયાનાની નદીઓ અહીંના લોકોની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે, તેવી જ રીતે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી ભારતની મહાન નદીઓ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિની જન્મભૂમિ રહી છે. ભારત અને ગયાના વચ્ચે સમાનતાના ઘણા ઉદાહરણો છે, જે આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે.

અમે તમને આ CARICOM પરિવારના સભ્ય માનીએ છીએ: અલી

અગાઉ, ગયાનાના પ્રમુખે કહ્યું હતું કે, ટેક્નોલોજી, ઇનોવેશન અને ડિજિટલાઇઝેશનનો ઉપયોગ દેશો વચ્ચેના અંતરને વધારવા માટે ન કરવો જોઇએ. ગરીબી ઘટાડવા અને વિશ્વને એકબીજાની નજીક લાવવા માટે આ પ્રગતિ કરવી આવશ્યક છે. ભારત નવી ટેક્નોલોજી ઇનોવેશનને સમર્થન આપી રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ CARICOMમાં અમને યાદ અપાવ્યું કે તમે આ CARICOM પરિવારના સભ્ય છો. અમે તમને જણાવવા માંગીએ છીએ કે, અમે તમને આ CARICOM પરિવારના સભ્ય તરીકે જ માનીએ છીએ. આ દ્વિપક્ષીય બેઠક હતી, જે અલગ હતી. આ વિચારોનું મિલન હતું, વિચારોનું આદાનપ્રદાન હતું અને પડકારોને દૂર કરવામાં એકબીજાને મદદ કરવાની પ્રતિબદ્ધતા હતી.

ડોમિનિકાએ પણ કર્યું હતું સન્માન 

PM Modi
@PM Modi

આ પહેલા ડોમિનિકાએ વડાપ્રધાન મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા હતા. ગયાનામાં આયોજિત ઈન્ડિયા-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2021માં, વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીની આ ઉદારતાને ચિહ્નિત કરીને, ડોમિનિકાની સરકારે તેમને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ જૂઓ: ગયાનામાં સુરીનામના પ્રમુખ અને ડોમિનિકાના વડાપ્રધાનને મળ્યા PM મોદી, કરી આધ્યાત્મિક પોસ્ટ

Back to top button