વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા હતા. તેઓને આજે સવારે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયર એરફોર્સ સ્ટેશનથી કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે એક સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રવાસીઓ અને ઉત્સાહીઓને જંગલમાં ચિત્તા જોવા માટે થોડા મહિના રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે પ્રાણીઓને તેમના નવા ઘરમાં ગોઠવવા માટે થોડો સમય જોઈએ છે. આટલું જ નહીં, તેમણે કોંગ્રેસના દાવાઓ પર પણ પલટવાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ ચિતાઓ આ અજાણ્યા વિસ્તારમાં મહેમાન બનીને આવ્યા છે. કુનો નેશનલ પાર્કને ઘર બનાવવા માટે આપણે આ ચિત્તાઓને થોડા મહિના આપવા પડશે.
Today, the #Cheetahs have come back to our land after decades. On this historic day, I want to congratulate all Indians and also thank the government of Namibia. This could not have been possible without their help: Prime Minister Narendra Modi pic.twitter.com/CRm9IhmPlB
— ANI (@ANI) September 17, 2022
તેમણે કહ્યું, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા, પરંતુ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. ચિત્તાઓનું ઊર્જા સાથે પુનર્વસન શરૂ કર્યું છે.” તેમણે કહ્યું કે ‘પ્રોજેક્ટ ચિતા’ એ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ તરફનો અમારો પ્રયાસ છે. નિષ્ણાતો દ્વારા વિગતવાર અભ્યાસ કર્યા પછી, કુનો રાષ્ટ્રીય ઉદ્યાનને ચિત્તાઓને મુક્ત કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે.
Decades ago, the age-old link of biodiversity was broken and had become extinct, today we have a chance to reconnect it. Along with these cheetahs, the nature-loving consciousness of India has also awakened with full force: Prime Minister Narendra Modi pic.twitter.com/zTHjUhYhx6
— ANI (@ANI) September 17, 2022
કોંગ્રેસે પ્રોજેક્ટ ચિતા પર દાવો કર્યો હતો
શુક્રવારે કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે ‘પ્રોજેક્ટ ચિતા’ના પ્રસ્તાવને મનમોહન સિંહ સરકાર દરમિયાન મંજૂર કરવામાં આવ્યો હતો. પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને કહ્યું કે, ‘પ્રોજેક્ટ ચિતાનો પ્રસ્તાવ 2008-09માં તૈયાર કરવામાં આવ્યો હતો. મનમોહન સિંહની સરકારે તેને મંજૂરી આપી હતી. એપ્રિલ 2010માં તત્કાલિન વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આફ્રિકામાં ચિતા આઉટ રીચ સેન્ટરમાં ગયા હતા. વધુમાં કહ્યું કે, 2013માં સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટ પર સ્ટે મૂક્યો હતો, 2020માં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. હવે ચિતાઓ આવશે.
It is unfortunate that we declared #Cheetahs extinct from the country in 1952, but for decades no meaningful effort was made to rehabilitate them. Today, as we celebrate Azadi ka Amrit Mahotsav, the country has started rehabilitating Cheetahs with a new energy: PM Narendra Modi pic.twitter.com/DEIijJH0Oq
— ANI (@ANI) September 17, 2022
ચિત્તાને છેલ્લે છત્તીસગઢમાં જોવામાં આવ્યું હતું
ચિત્તો છેલ્લે 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લાના જંગલમાં જોવા મળ્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે કહ્યું હતું કે ભારત વધુ પડતા શિકારને કારણે દેશમાંથી લુપ્ત થઈ ગયેલા ચિત્તાને પરત લાવી પર્યાવરણીય અસંતુલનનો ઉકેલ લાવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે પાંચ માદા અને ત્રણ નર ચિત્તાઓને નામીબિયાની રાજધાની વિન્ડહોકથી સ્પેશિયલ કાર્ગો પ્લેન બોઈંગ 747-400માં ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અગાઉ આ ચિત્તાઓને જયપુર લાવવાની હતી.
Following international guidelines, India is trying its best to settle these cheetahs. We must not let our efforts fail: Prime Minister Narendra Modi pic.twitter.com/pgpqgfajpx
— ANI (@ANI) September 17, 2022
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટોગ્રાફીનો આનંદ પણ માણ્યો