ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભામાં અમારી માતા-બહેનોનું અપમાન થયું, PM મોદીનો CM નીતિશ પર પ્રહાર

Text To Speech

ગુણા: PM નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગુણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. વસ્તી નિયંત્રણને લઈને વિધાનસભામાં આપવામાં આવેલા સીએમ નીતિશના બિભત્સ નિવેદનની ટીકા કરતા તેમણે કહ્યું કે, ‘ઈન્ડી ગઠબંધન, ઘમંડી ગઠબંધનના ખૂબ મોટા નેતાઓ વિધાનસભાની અંદર આપણી માતા-બહેનો વિશે મનફાવે એમ બોલી રહ્યા છે. માતા-બહેનોના અપમાન સામે મહાગઠબંધનના લોકો એક શબ્દ પણ બોલતા નથી.. તેમને શરમ આવવી જોઈએ…’

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ‘આ દેશ પર કેવું દુર્ભાગ્ય આવ્યું છે, તમે કેટલે નીચે સુધી જશો… તમે દુનિયામાં દેશનું અપમાન કરી રહ્યા છો. જે લોકો મહિલાઓ વિશે આવું વિચારે છે, શું તેઓ તમારા માટે કંઈ સારું કરી શકે છે?’ પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેમને માત્ર તેમના પુત્ર-પુત્રીઓની ચિંતા છે.

વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા CM નીતિશ કુમારે મંગળવારે બિહાર વિધાનસભામાં બિભત્સ ભાષા અને હાથના ચેનચાળા સાથે કહ્યું હતું કે કેવી રીતે શિક્ષિત મહિલા શારીરિક સંબંધો દરમિયાન તેના પતિને રોકી શકે છે. આ નિવેદન બાદ રાજકીય દળો તેમના પર આકરા પ્રહાર કરી રહ્યા છે.

નીતિશ કુમારે માફી માગી

CM નીતિશ કુમાર બિહાર વિધાનસભા પહોંચ્યા એ પહેલા મહિલા ભાજપ ધારાસભ્યોએ તેમને ઘેરી લીધા હતા. મુખ્યમંત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરીને તેમના રાજીનામાની માગ કરી હતી. બીજી તરફ વિધાનસભામાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. આ પછી, સીએમ નીતિશે મંગળવારે ગૃહમાં આપેલા તેમના નિવેદન માટે માફી માગી.

તેમણે કહ્યું, ‘જો મેં કહેલા શબ્દોથી કોઈ દુઃખ થયું હોય, તો હું મારા શબ્દો પાછા લઈ લઉં છું.’ હું મારી જાતને વખોડું છું. બીજી તરફ,  બીજેપી નીતિશ કુમારના રાજીનામાની માગ કરી રહી છે. હંગામાને કારણે બુધવારે શરૂ થનારી બિહાર વિધાનસભાની બેઠક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: 24 કલાકની અંદર નીતિશ કુમારનો યુ-ટર્ન, વિવાદિત નિવેદન પર માફી માંગી

Back to top button