ટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

PM મોદીએ ઉસ્માન મીરનું રામ ભજન વખાણ્યું, કહ્યું- આ સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે

Text To Speech

નવી દિલ્હી, 10 જાન્યુઆરી: અયોધ્યા શહેરમાં ભગવાન રામ મંદિરના નિર્માણ અને શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં એક અલગ જ ઉત્સાહનો માહોલ છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉસ્માન મીરના રામ ભજનને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રશંસનીય પોસ્ટ કરી છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અયોધ્યા શહેરમાં શ્રી રામજીના આગમનને લઈને સર્વત્ર ઉત્સાહ અને આનંદ છે. ઉસ્માન મીરજીના આ મધુર રામ ભજનને સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે.’

અગાઉ પણ વડાપ્રધાને ભક્તિ ગીતો પોસ્ટ કર્યા 

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વિકાસ અને મહેશ કુકરેજાનું રામ ભજન પોસ્ટ કર્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, અયોધ્યાની સાથે સાથે, આજે દેશભરમાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે શુભ ગીતો ગાવામાં આવી રહ્યા છે. આ શુભ અવસર પર રામ લલાની ભક્તિમાં લીન બનવા માટે તમારે વિકાસ જી અને મહેશ કુકરેજા જીનું રામ ભજન પણ સાંભળવું જોઈએ.

પીએમ મોદી સતત રામ ભજન શેર કરી રહ્યા છે

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશ-દુનિયાના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પવિત્ર દિવસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સર્વત્ર જય શ્રી રામના ગીતો સંભળાઈ રહ્યા છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ભગવાન રામ સાથે જોડાયેલા ભજન સતત શેર કરી રહ્યા છે. આ ઉપરાંત, રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ વિશ્વભરમાંથી કરોડો રામ ભક્તો અયોધ્યા આવશે. તેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હરિહરનનું ભજન શૅર કરતા PMએ કહ્યું, ‘રામ ભક્તિમાં લીન થઈ જવાશે’

Back to top button