ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં ભારે વરસાદ બાદની સ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાતચીત, જાણો

Text To Speech
  • ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે

ગાંધીનગર, 28 ઓગસ્ટ: ગુજરાતમાં શનિવારથી લઈને ચાર દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી પાણી પાણી થઈ ગયા છે. લોકોના જાનમાલને ભારે નુકસાન પહોંચ્યુ છે, પશુધનથી લઇને ઘરો-દુકાનો અને ધંધા પર અસર પડી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારે વરસાદ બાદ સમગ્ર સ્થિતિ અંગે આજે બુધવારે ટેલિફોનિક વાતચીત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે એક્સ પર પૉસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. તેમને લખ્યુ કે, ગુજરાતમાં વરસાદી આફતને લઇને PM મોદી સાથે ટેલિફૉનિક વાતચીત થઇ છે અને તમામ સહાય તેમજ મદદ પુરી પાડવાની ખાતરી આપવામાં આવી છે.

પીએમ મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે શું વાતચીત કરી?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પૉસ્ટ કરીને લખ્યું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતની સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની આ વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.

આ પણ જૂઓ: અમદાવાદમાં સિઝનનો 33 ટકા વરસાદ ત્રણ દિવસમાં જ આવ્યો

Back to top button