ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

PM મોદીએ વડોદરાને આપી મોટી ભેટ, સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યું

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપશે.

વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે આવ્યા છે. વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કર્યું હતું. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. હાલમાં પીએમ મોદી વડોદરા પહોંચી ગયા છે. વડોદરામાં પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. ત્યારબાદ જનતાને સંબોધન કર્યું હતું.

PM મોદીના બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બનાસકાંઠાના થરાદ ખાતેથી રુપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને ત્યારપછી ત્યાં જનસભાને સંબોધન કરશે.

વડાપ્રધાન 1લી ઓક્ટોબરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- બીજેપીની નિયત ખરાબ

Back to top button