ગુરુ પૂર્ણિમા પર PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, જાણો અન્ય નેતાઓએ શું કહ્યું
- ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો
નવી દિલ્હી, 21 જુલાઇ: દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમામ ગુરુઓની પૂજા કરવાની પરંપરા છે. પુરાણો મુજબ, આ દિવસે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ગુરુ પૂર્ણિમાના અવસર પર રામનગરી અયોધ્યામાં સરયૂ નદીના કિનારે આસ્થાનું પૂર ઉમટી પડ્યું છે. સવારથી જ ભક્તો સરયુ નદીમાં સ્નાન કરી દર્શન અને પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ ઉપરાંત દેશભરમાં તમામ આસ્થાના કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે.
#WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY
— ANI (@ANI) July 21, 2024
पावन पर्व गुरु पूर्णिमा की सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 21, 2024
ગુરુ પૂર્ણિમા પર અન્ય નેતાઓએ શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, “ગુરુ એ કોઈપણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય વાહક છે. વર્ષોની તપસ્યા, સંશોધન અને અનુભવ દ્વારા મેળવેલા જ્ઞાનથી તેઓ શિષ્યોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ અને ચારિત્ર્ય ઘડવાનું તેમજ દેશભક્તિના બીજ રોપવાનું કાર્ય કરે છે. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું આવા તમામ શિક્ષકોને વંદન કરું છું અને તમામ દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઑ પાઠવું છું.
गुरु किसी भी समाज व राष्ट्र के विकास के प्रमुख वाहक होते हैं। वर्षों के तप, शोध व अनुभव से प्राप्त ज्ञान से वे शिष्यों को अंधकार से प्रकाश की ओर ले जाने और उनमें चरित्र निर्माण व राष्ट्रप्रेम के बीज बोने का काम करते हैं।
गुरु पूर्णिमा के पावन अवसर पर ऐसे सभी गुरुजनों को नमन करता… pic.twitter.com/ZShQBWvqyc
— Amit Shah (@AmitShah) July 21, 2024
કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને લખ્યું કે, ” ગુરુ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને શુભકામનાઓ. આપણા જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ છે. આ તમામ શિક્ષકોને નમસ્કાર. આ દિવસ આપણા માટે આપણા ગુરુઓ, માર્ગદર્શકો અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. તેમનું માર્ગદર્શન હંમેશા આપણા માર્ગને પ્રકાશિત કરે અને જીવન જીવવાના યોગ્ય મૂલ્યો શીખવે એવી અમારી ઈચ્છા છે.
सभी देशवासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएँ।
हमारे जीवन में गुरु का विशेष महत्व होता है। सभी गुरुजनों को सादर प्रणाम।
यह दिन हमें हमारे गुरुओं, मार्गदर्शकों और शिक्षकों के प्रति कृतज्ञता व्यक्त करने का पावन अवसर है। उनका मार्गदर्शन हमारे मार्ग को सदैव रोशन करता रहे… pic.twitter.com/TvHa9lFRoA
— Mallikarjun Kharge (@kharge) July 21, 2024
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું કે, “રાજ્યના લોકોને ‘ગુરુ પૂર્ણિમા’ના પાવન પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ! ગુરુની કૃપા શિષ્યને તમામ પ્રકારના અવરોધોથી રક્ષણ આપે છે. શિષ્યની શારીરિક, આધ્યાત્મિક અને ભૌતિક મુશ્કેલીઓ દૂર કરીને સદગતિ પ્રદાન કરે છે. બધા શિક્ષકોને આદરપૂર્વક અભિનંદન અને નમસ્કાર!
प्रदेश वासियों को ‘गुरु पूर्णिमा’ के पावन पर्व की हार्दिक शुभकामनाएं!
गुरु कृपा शिष्य की सभी प्रकार के विघ्नों से रक्षा करती है। शरणागत शिष्य के दैहिक, दैविक, भौतिक कष्टों को दूर कर उसे सद्गति प्रदान करती है।
सभी गुरुजनों का सादर अभिनंदन एवं उन्हें नमन! pic.twitter.com/Gse0Pmr44V
— Yogi Adityanath (@myogiadityanath) July 21, 2024
આ પણ જૂઓ: બજેટ સત્ર પહેલા સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, TMC નહીં લે ભાગ; જાણો કારણ