ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ આપ્યો “I” નો મંત્ર, જાણો કોને થશે ફાયદો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે ચાર આઇના મંત્ર ઉપર ભાર મૂકતા જણાવ્યું છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટીગ્રિટી, ઇન્ક્લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આ ચાર આઇના મંત્ર ઉપર ઉદ્યોગકારોએ ફોકસ કરવાની જરૂરિયાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી: BBC ડોક્યુમેન્ટ્રીની બબાલ, 24 વિદ્યાર્થીઓની અટકાયત કરાઇ

એમએસએમઇ ગુજરાતનું અભિન્ન અંગ

મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, એમએસએમઇ ગુજરાતનું અભિન્ન અંગ છે અને રાજ્યમાં હાલમાં 8.66 લાખ જેટલા આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ કોરોના મહામારી બાદની આર્થિક વિપદામાંથી બહાર આવી શક્યો તેના પાછળનું એક મહત્વનું કારણ મજબૂત એમએસએમઇ સેક્ટર પણ છે. આ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક
પ્રકારના કદમો ઉઠાવવામાં આવ્યા છે.

વીસીસીઆઇ-એક્પો-2023નું ઉદ્દઘાટન કર્યું

મુખ્યમંત્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્પો-2023નું ઉદ્દઘાટન કર્યું હતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયાને સંકલ્પનાને સાકાર કરતા આ એક્પોની 12મી આવૃત્તિમાં વેન્ડર ડેવલપમેન્ટ ઉપર વિશેષ લક્ષ્ય આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો ઉપરાંત ખાનગી ઉત્પાદકો તેમાં ભાગ લઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યા બાદ એક્પોના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

આ પણ વાંચો: સુરત: પાપનો ઘડો ફુટ્યો, 28 વર્ષ પહેલા મિત્રની હત્યા કરનારો ઝડપાયો

ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસ સાધ્યો

ગુજરાત દેશનો પાંચ ટકા ભૌગોલિક હિસ્સો ધરાવે છે, પણ દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં 8 ટકા અને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 18 ટકા જેટલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસ સાધ્યો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્ર માં સૌથી મોટું રોકાણ વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમનો વિકાસ થશે. વડોદરાની એવિએશન હબ તરીકે નવી ઓળખ
મળશે, તેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Back to top button