ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજકોટને PM મોદીએ રૂ.6900 કરોડના વિકાસ કામોની દિવાળી ભેટ ધરી

Text To Speech

રાજકોટને વડાપ્રધાન મોદીએ લગભગ રૂ.6900 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં વડાપ્રધાને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બાંધવામાં આવેલા 1100થી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે લાભાર્થીઓને તેમના ઘરના ઘરની ચાવી આપવામાં આવી છે. તેમજ વડાપ્રધાને રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે જંગી સભાને સંબોધન કર્યું છે.

 

આ પણ વાંચો: AAPના મોટા નેતાએ PM મોદી વિશે ખોટી વાત કરતા પોલ ખુલી

રાજકોટમાં આજે જ દિવાળી દેખાઈ રહી છે

વડાપ્રધાને સભામાં સંબોધન કરતા જણાવ્યું છે કે, ‘રાજકોટમાં આજે જ દિવાળી દેખાઈ રહી છે. મારા માટે રાજકોટ મારી પહેલી પાઠશાળા હતી, આજે રાજકોટે રંગ રાખ્યો છે. જે કઈ વિકાસ પ્રોજેકટ પૂરા કર્યા તેને દિવાળીની ભેટ તરીકે ધરવામાં આવ્યા છે. આપણે સૌ એ 21 વર્ષમાં સાથે મળીને અનેક સપના જોયા છે. વજુભાઈએ રાજકોટની વિધાનસભાની બેઠક ખાલી કરી અને પછી હું આવ્યો અને તમે મને પણ વધાવી લીધો. હું રાજકોટનું ઋણ કયારેય પણ પુરું નહિ કરી શકુ. આજે આ દિવસે તમારા ચરણોમાં વિકાસ કાર્યોની ભેટ ધરુ છું.

ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કર્યું

રાજકોટમાં લગભગ રૂ.6900 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ સાથે જ તેઓએ ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મોરબી-બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટ કે જે બ્રાહ્મણી-2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધીની છે તેનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમના દ્વારા સમર્પિત અન્ય પ્રોજેક્ટ્સમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને રોડ ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત રમખાણોના ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓ પર ચોંકાવનારો ખુલાસો

GIDC ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાને ગુજરાતમાં NH27ના રાજકોટ-ગોંડલ-જેતપુર સેક્શનના હાલના ફોર લેનનું સિક્સ લેનમાં તબદીલ કરવા માટે શિલાન્યાસ કર્યું છે. તેઓના હસ્તે મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ આશરે રૂ. 2950 કરોડની કિંમતની GIDC ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

Back to top button