ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદીએ કેનેડામાં હિન્દુઓ પર થયેલા હુમલા અંગે આપ્યો આકરો પ્રતિભાવ, જાણો શું કહ્યું?

Text To Speech

નવી દિલ્હી, 4 નવેમ્બર, 2024: PM નરેન્દ્ર મોદીએ કેનેડાના બ્રમ્પટનમાં એક હિન્દુ મંદિર પર તેમજ ત્યાં દર્શન કરવા ગયેલા હિન્દુઓ ઉપર ખાલિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલાની આકરી ટીકા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આવાં કૃત્યોથી ભારતનો સંકલ્પ તૂટશે નહીં. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો આ મામલે પગલાં લેશે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પીએમ મોદીનું આ પહેલું નિવેદન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “ભારતનો સંકલ્પ ક્યારેય નબળો પડશે નહીં અને અમને આશા છે કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે.”

રવિવારે કેનેડાના બ્રમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. હુમલાખોરોએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શ્રદ્ધાળુઓની મારપીટ કરી. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે.

દરમિયાન, કેનેડામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે કટ્ટરપંથીઓ અને અલગતાવાદીઓ દ્વારા હિંદુ સભા મંદિરમાં કરવામાં આવેલી હિંસાની ટીકા કરીએ છીએ.”
ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારત વિરોધી તત્વોએ હિંસા આચરી હતી. હાઈ કમિશને કહ્યું, “અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ.”

વિદેશ મંત્રાલયનું નિવેદન - HDNews

આ પણ વાંચોઃ હિન્દુ સંગઠનોએ કેનેડાના રાજકારણીઓ માટે લીધો મોટો નિર્ણયઃ જાણો શું કહ્યું?

Back to top button