ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદીએ નવા મંત્રીઓને આપ્યા કડક આદેશ : હવે સોમ થી શુક્ર ફરજીયાત સચિવાલયમાં રહેવું પડશે હાજર  

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે, ગુજરાતમાં 156ની બહૂમતી સાથે ભાજપની સરકાર બની છે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત કાર્યકાર સંભાળ્યો છે અને 16 મંત્રીઓના કેબિનેટ સાથે ભાજપ ગુજરાત પર આગામી પાંચ વર્ષ માટે ગુજરાતમાં શાસન કરવા માટે સજ્જ છે. સરકાર તરીકે બીજી વખતનો ચાર્જ સંભાળતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શનમાં મોડમાં આવી ગઈ છે. આજે તમામ મંત્રીઓએ શપથ પણ લઈ લીધાં છે અને વિધાનસભાના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પણ નિમણૂંક કરવામાં આવી ગઈ છે. એક્શન મોડમાં આવતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા મંત્રીઓના ક્લાસ લેવાના શરૂ કરી દીધા છે. ખુદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સચિવાલયમાં હાજર રહેવાની સૂચના આપી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાત વિપક્ષના નેતાની નિયુક્તિ માટે એક લીટીનો ઠરાવ કરાયો, હવે રાષ્ટ્રીય અધ્યક્ષ કરશે નિયુક્તિ

New Cabinet - Hum Dekhenge News
New Cabinet of Bhupendra Patel

હવે તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેવું પડશે 

આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથ વિધી પૂર્ણ થઈ ગઈ છે, તેમજ આજે અધ્યક્ષ માટેની ચૂંટણીના આજે ફોર્મ પણ ભરાયાં છે, થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરસિંહ ચૌધરીએ આજે અધ્યક્ષ માટેની ચૂંટણીનું ફોર્મ ભર્યુ છે અને તેમની નિમણૂંક આવતીકાલે કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે વિધાનસભામાં એક દિવસનું ટુંકું સત્ર પણ મળશે, તેથી વડાપ્રધાન મોદીએ લોકોના કામો ઝડપથી થાય તે માટે મંત્રીઓને સૂચના આપી છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તમામ નવા મંત્રીઓને સૂચના આપી દીધી છે. હવે તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેશે. તેઓ શનિવાર અને રવિવાર પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. તેમને અચાનક ગાંધીનગરની બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે.

New Cabinet - Hum Dekhenge News
Bhupendra Patel Government

પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ

વિધાનસભા સત્ર આવતીકાલે યોજાવાનું છે. ત્યારે આ પહેલા ભાજપના નવા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમોટર સ્પીકર વડોદરા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ ગ્રહણ કરાવ્યાં હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ભાજપના નેતાઓએ પોતાનો કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરી દીધી છે.

શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભર્યું ફોર્મ

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. તો જેઠાભાઇ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યા શંકર ચૌધરીએ કહ્યું- મે અને જેઠા ભાઈ ભરવાડે ફોર્મ ભર્યું છે. આ એક સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી સૂપેરું પર પાડીશ. આ જવાબદારીના ઉચ્ચ મૂલ્યોને જાળવીશું તેમજ લોકશાહીને બળવત્તર બનાવવા માટે પ્રયત્ન કરીશ.

Back to top button