ફ્રાન્સમાં પણ હવે UPIથી થશે ટ્રાન્ઝેક્શન, સ્ટુડન્ટ વિઝા પર પણ આવ્યા મહત્વના સમાચાર
HD ન્યુઝ ડેસ્કઃ સિંગાપોર બાદ હવે ફ્રાન્સે પણ ભારતની યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ફ્રાંસ મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ યુપીઆઈના ઉપયોગ પર સહમત થયા છે. આ અંગે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. જે બાદ આગામી દિવસોમાં પ્રખ્યાત એફિલ ટાવરથી UPI શરૂ થશે. આનો સીધો અર્થ એ થયો કે હવે ભારતથી ફ્રાન્સ જતા પ્રવાસીઓ માત્ર રૂપિયામાં કંઈપણ ચૂકવી શકશે. આ સિવાય ફ્રાન્સે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની મુદત વધારવાની જાહેરાત કરી છે.
UPIનો ઉપયોગ કરનાર પ્રથમ યુરોપીયન દેશઃ PM મોદીની મુલાકાત પહેલા, કહેવામાં આવ્યું હતું કે UPIને લઈને ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી, ત્યારબાદ તેને કોઈ પ્રતિષ્ઠિત સ્થાનથી લોન્ચ કરવામાં આવી શકે છે. થોડા કલાકો બાદ પીએમ મોદીએ આને મંજૂરી આપી અને થોડા જ દિવસોમાં ફ્રાન્સ UPIનો ઉપયોગ કરનાર પ્રથમ યુરોપીયન દેશ બની જશે. અત્યાર સુધી વિદેશ જવા માટે બે ફોરેન કરન્સી (રોકડ) અથવા ફોરેક્સ કાર્ડ મેળવવાની ઝંઝટ હતી, હવે આ બધાથી છુટકારો મેળવવા માટે UPI કામ કરશે.
‘Lyra’ સાથે કરારઃ તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં, UPI સેવાઓ પૂરી પાડતી મોટી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ફ્રાન્સની ઝડપી અને સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘Lyra’ સાથે કરાર કર્યો હતો. ત્યારથી, ફ્રાન્સમાં યુપીઆઈના લોન્ચની રાહ જોવાઈ રહી હતી.
#WATCH | It has been decided that Indian students pursuing Masters in France will be given 5-year long term post-study visa: PM Modi, in Paris pic.twitter.com/IQHBF4qbEk
— ANI (@ANI) July 13, 2023
વિઝાનો સમયગાળો હવે 5 વર્ષ સુધી વધારી શકાશેઃ PM મોદીના ફ્રાંસ પ્રવાસ દરમિયાન પણ વિઝા પર રાહતની જાહેરાત કરવામાં આવી હતી, ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ રાહતની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે માસ્ટર્સ કરતા વિદ્યાર્થીઓના વિઝાનો સમયગાળો હવે 5 વર્ષ સુધી વધારી શકાશે. આ અંગે પીએમ પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સે અનુસ્નાતક અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લાંબા ગાળાના પાંચ વર્ષના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને ભારતીય સમુદાયના લોકોને ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરવા માટે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મોદીએ કહ્યું, “આજે દરેક રેટિંગ એજન્સી કહી રહી છે કે ભારત એક તેજસ્વી સ્થળ છે. હવે ભારતમાં રોકાણ કરો. આ યોગ્ય સમય છે. જે લોકો વહેલું રોકાણ કરે છે તેમને તેનો લાભ મળશે. ,
આ પણ વાંચોઃ PM Modi France Visit Live: PM મોદી આજે બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે