PM મોદીએ અમદાવાદની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદ: 12 જૂન 2025, PM Moi expresses grief on Plane crash incident અમદાવાદમાં એર ઈન્ડિયના પ્લેન ક્રેશની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ઝડપી અને અસરકારક સહાયની ખાતરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ રાષ્ટ્રને સ્તબ્ધ અને દુઃખી કર્યું છે અને તેને શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક ગણાવ્યું છે.
અસરકારક સહાય સુનિશ્ચિત કરવા સતત સંપર્કમાં
મોદીએ કહ્યું કે, તેઓ અસરગ્રસ્તોને ઝડપી અને અસરકારક સહાય સુનિશ્ચિત કરવા માટે મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
શબ્દોમાં કહી ન શકે તેવું હ્રદયદ્રાવક છે
x પર પોસ્ટ કરીને વડાપ્રધાને લખ્યું કે, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ મને સ્તબ્ધ અને દુઃખી કર્યો છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું.”












