PM મોદી ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલને 26 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા આદેશ
ગુજરાત યુનિવર્સિટી (GU) દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આમ આદમી પાર્ટી (AAP)ના બે નેતાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના મુદ્દે આજે સુનાવણી હતી પરંતુ સુનાવણીમાં કેજરીવાલ અને સંજયસિંહ હાજર રહી શક્યા ન હતા. ત્યારે હવે કોર્ટે 26 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા હુકમ કર્યો છે.
માનહાનિના કેસની સુનાવણીમાં કેજરીવાલ ન રહ્યાં હાજર
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના સંબંધમાં તેમના “કટાક્ષપૂર્ણ” અને “અપમાનજનક” નિવેદનો પર ફોજદારી માનહાનિના કેસમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. પરંતુ તેઓ દિલ્લીમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ તોડાઇ રહ્યું છે.જેથી આ કામગીરીની વ્યસ્તતાના કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. જેથી વકીલની દલીલોને આધારે આ કેસની ફરી સુનાવણી 26 જુલાઇએ છે, જેમાં કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા આદેશ આપ્યાં છે.
દિલ્લીમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ હોવાથી કોર્ટમાં આવી ન શક્યા
અહીંની મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ બંને નેતાઓને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, તેમના વકીલે મુક્તિ અરજી દાખલ કરીને કહ્યું કે કેજરીવાલ અને સિંહ દિલ્હીમાં ભારે વરસાદને કારણે હાજર થઈ શક્યા નથી.ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે અરજીનો વિરોધ કર્યો ન હતો પરંતુ કોર્ટને વિનંતી કરી હતી કે AAP નેતાઓને આગામી તારીખે હાજર રહેવાનો નિર્દેશ આપે કારણ કે સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આમ વકીલ ઓમ કોટવાલના જણાવ્યા અનુસાર. એડિશનલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી અને મામલો 26 જુલાઈ માટે રાખ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
બંને અમદાવાદમાં ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. આ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે કેજરીવાલ પર બદનક્ષીનો આરોપ મૂક્યો હતો, જેમ કે તેમના નિવેદનો ટાંક્યા: “જો PMએ દિલ્હી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોય, તો ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ કે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી વડા પ્રધાન બન્યા છે અને છતાં તેઓ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,” “ડિગ્રી બતાવવામાં આવી રહી નથી કારણ કે કદાચ ડિગ્રી નકલી છે, જપ્ત કરવામાં આવી છે,” અને “જો ડિગ્રી છે અને તે વાસ્તવિક છે, તો શા માટે આપવામાં આવી રહી નથી?”
નિવેદનોના આધારે બદનક્ષીનો આરોપ
આ નિવેદનોના આધારે બદનક્ષીનો આરોપ મૂક્યો છે. ફરિયાદ મુજબ, આ નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ટ્વિટર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું,તે જાણતા હોવા છતાં કે આવા નિવેદનો બદનક્ષીભર્યા હશે.ફરિયાદી પટેલના જણાવ્યા મુજબ, કેજરીવાલે 1 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આવા બદનક્ષીભર્યા ઉચ્ચારણો કર્યા હતા અને સિંહે 2 એપ્રિલે બીજી પ્રેસ કોન્ફરન્સમાં આવા ઉચ્ચારણો કર્યા હતા.
આ પણ વાંચો : મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડમાં ચૂકાદો; વિપુલ ચૌધરી સહિત 19 આરોપીઓ દોષિત