ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સમુદ્રમાં ઉતર્યા ભારતના ત્રણ બાહુબલી જહાજ, પીએમ મોદીએ દેશને સમર્પિત કર્યા ત્રિદેવ

મુંબઈ, 15 જાન્યુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈ સ્થિત ઈંડિયન નેવી ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમને નૌસેનાને ત્રણ જહાજ, INS સૂરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, નેવીએ ગૌરવશાળી ઈતિહાસ રચ્યો છે. આ ત્રણ જહાજ મેડ ઈન ઈંડિયા છે, જે સુરક્ષાને નવી તાકાત આપશે. તેનાથી સમગ્ર વિસ્તારને આતંકવાદ, ડ્રગ તસ્કરીથી બચાવી શકાશે.

આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ

પીએમ મોદીએ આ દિવસે જણાવ્યું હતું કે, નૌસેનાને નવું સામર્થ્ય મળ્યું છે. નેવીને મજબૂત કરવા માટે અમે પગલા ઉઠાવી રહ્યા છીએ. આજે ભારતની સમુદ્રી વિરાસત નેવીને ગૌરવશાળી ઈતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખૂબ જ મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌસેનાને નવું સામર્થ્ય અને વિઝન આપ્યું હતું. આજે તેમની આ પાવન ધરતી પર 21મી સજીની નેવીને સશક્ત કરવા તરફ અમે મોટું પગલું ઉઠાવી રહ્યા છીએ. આ પહેલી વાર થઈ રહ્યું છે, જ્યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સબમરીનને એક સાથે કમીશન કરવામાં આવી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ત્રણેય મેડ ઈન ઈંડિયા છે.

પીએમ મોદીએ વધુમાં આગળ જણાવ્યું હતું કે, આજે ભારત આખા વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક વિશ્વાસું અને જવાબદાર સાથી તરીકે ઓળખાય છે. ભારત વિસ્તારવાદ નથી. ભારત વિકાસવાદની ભાવનાથી કામ કરે છે. 15 જાન્યુઆરીના દિવસે આર્મી ડે તરીકે પણ ઓળખાય છે. દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા દરેક જાંબાઝને હું નમન કરુ છું. મા ભારતની રક્ષા માટે લાગેલા દરેક વીર વીરાંગનાને હું શુભકામના આપું છું.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિન્દ- પ્રશાંત વિસ્તારનું સમર્થન કર્યું છે. એટલા માટે જ્યારે તટીય દેશોના વિકાસની વાત આવે તો ભારતે સાગરનો મંત્ર આપ્યો. સાગરનો મતલબ આ વિસ્તારમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ છે. અમારી સરકારે ત્રીજા કાર્યકાળમાં કેટલાય મોટા નિર્ણયો સાથે શરુઆત કરી. ઝડપથી અમે નવી નીતિઓ બનાવી, દેશની જરુરિયાતોને જોતા અમે અમારા નવા કામ શરુ કર્યા, દેશના દરેક ખૂણે, દરેક સેક્ટરનો વિકાસ થાય, અમે આ ટાર્ગેટ સાથે આગળ ચાલી રહ્યા છીએ.

આ પણ વાંચો: દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

Back to top button