વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા: જૂઓ વીડિયો
દિલ્હી, 30 જૂન: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું છે. આખા ભારતમાં જીતની ઉજવણી ચાલી રહી છે. ત્યારે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રોમાંચક વિજય થતા પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને વીડિયો થકી શુભેચ્છાઓ પાઠવી છે.
અહીં જૂઓ વીડિયો:
CHAMPIONS!
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
— Narendra Modi (@narendramodi) June 29, 2024
ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો કર્યો હતો નિર્ણય
બાર્બાડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 76, અક્ષર પટેલે 47 અને શિવમ દુબેએ 27 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એનરિચ નોરખિયાએ 2-2 વિકેટ ઝડપી હતી. માર્કો યાનસેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતે SA ને આપ્યો હતો 177 રનનો ટાર્ગેટ
177 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 52 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 39 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 31 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 21 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલની ઓવરમાં હેનરિક ક્લાસને 24 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. જીતવા માટે 5 ઓવરમાં 30 રનની જરૂર હતી. આ પછી ભારતે જબરદસ્ત વાપસી કરી હતી. જસપ્રીત બુમરાહે આગલી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. 24 બોલમાં 26 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી મેચમાં પલટો આવ્યો. ડેવિડ મિલર ક્રિઝ પર હતો. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લીધો હતો. આ પછી ભારત ચેમ્પિયન બન્યું હતું.