રકુલ-જેકીને PM મોદીએ પાઠવ્યા લગ્નના અભિનંદન, કપલે માન્યો આભાર
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવપરિણીત યુગલ રકુલ પ્રીત અને જેકી ભગનાનીને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાનના આશીર્વાદ માટે કપલે તેમનો આભાર પણ માન્યો
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ત્રણ વર્ષના ડેટિંગ બાદ 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલે પરિવાર, સંબંધીઓ, ઈન્ડસ્ટ્રી અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. નવપરિણીત યુગલ પર ચારેય બાજુથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવપરિણીત યુગલ રકુલ-જેકીને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાનના આશીર્વાદ માટે કપલે તેમનો આભાર પણ માન્યો છે.
PM Narendra Modi congratulated newly married couple Jackky Bhagnani, Rakul Preet Singh.#RakulPreetSingh #JackkyBhagnani pic.twitter.com/TKDNWO754L
— IANS (@ians_india) February 22, 2024
રકુલ પ્રીતે 22 ફેબ્રુઆરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પીએમ મોદીનો પત્ર શેર કર્યો છે. જેમાં તેમણે કપલને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ લેટરમાં જેકી ભગનાનીના માતા પિતા પૂજા અને વાશુ ભગનાનીને સંબોધિત કરતા લખ્યું છે કે મિસિસ પૂજા અને મિસ્ટર વાશુ ભગનાની જી, જેકી અને રકુલ જીવનભર માટે વિશ્વાસ અને એકબીજાના સાથની યાત્રા શરૂ કરી રહ્યા છે. તેમના લગ્નના શુભ અવસર પર તેમને હાર્દિક શુભકામનાઓ. આવનારા વર્ષો આ યુગલ માટે એકબીજાને જાણવાનો અવસર છે. સાથે સાથે સ્વને શોધવાના માર્ગ પર આગળ વધવાનો પણ અવસર છે.
પીએમ મોદીએ લગ્નમાં આમંત્રિત કરવા માટે આભાર વ્યક્ત કરતા કપલ માટે લખ્યું છે કે યુગલના દિલ, દિમાગ અને કાર્ય એક જ હોય, દરેક સમયે એક-બીજાની સાથે રહેવાનું, પોતાના સપનાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવાની કોશિશમાં એકબીજાનો હાથ પકડવો, સમજી-વિચારીને અને સ્નેહપૂર્વક જવાબદારીઓને સંભાળવી, એકબીજાની કમીઓને સ્વીકારીને જીવનની યાત્રામાં આદર્શ ભાગીદાર બને અને એકબીજાના ગુણોને શીખે. લગ્ન સમારંભમાં મને આમંત્રિત કરવા માટે હ્રદય પૂર્વક આભાર. એક વખત ફરી આ મહત્ત્વપૂર્ણ અવસર માટે શુભેચ્છાઓ અને અભિનંદન.
આ પણ વાંચોઃ ઈન્દ્રાણી મુખર્જી પરની નેટફ્લિક્સની સિરીઝ મુંબઈ હાઇકોર્ટ દ્વારા સ્થગિત