ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનમાં પૂરથી વિનાશ, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

Text To Speech

ભારતે પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી પર પાડોશી દેશના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સંકટની આ ઘડીમાં પરસ્પર મતભેદોથી આગળ વધીને માનવતાવાદી વલણ દર્શાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક ટ્વીટમાં કહ્યું, “પાકિસ્તાનમાં પૂરથી થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિત પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે સામાન્ય સ્થિતિની ઝડપી પુનઃસ્થાપનની પણ આશા રાખીએ છીએ.

પૂરમાં મૃત્યુઆંક 1000ને પાર

સોમવારે પાકિસ્તાનમાં વિનાશક પૂરના કારણે મૃત્યુઆંક 1,061 પર પહોંચી ગયો છે. તે જ સમયે, નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય મદદ પહોંચવા લાગી છે. પૂરની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 33 મિલિયન લોકો અથવા દેશની કુલ વસ્તીના લગભગ સાતમા ભાગના લોકો વિસ્થાપિત થયા છે. પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાને તેને “દશકનું સૌથી ખરાબ ચોમાસું” ગણાવ્યું હતું.

Pakistan floods
Pakistan flood

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 10 અબજ ડોલરનું નુકસાન

નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે પૂરને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 10 બિલિયન યુએસ ડોલર સુધીનું નુકસાન થયું છે. સોમવારે કુદરતી આફતો સાથે કામ કરતી મુખ્ય રાષ્ટ્રીય સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા અનુસાર પૂરને કારણે ઓછામાં ઓછા 1,061 લોકોના મોત થયા છે અને 1,575 લોકો ઘાયલ થયા છે. ઓથોરિટીએ કહ્યું કે લગભગ 9,92,871 ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે જેના કારણે લાખો લોકો ખોરાક અને પીવાના શુદ્ધ પાણી વગેરેથી વંચિત રહી ગયા છે. આ સાથે જ લગભગ 7.19 લાખ પશુઓના પણ મોત થયા છે અને સતત વરસાદને કારણે લાખો એકર ફળદ્રુપ જમીન ડૂબી ગઈ છે.

Back to top button