પીએમ મોદીએ 54 કિલોમીટરનો રોડ શો પૂર્ણ કર્યો : 3.45 કલાક સુધી કર્યો પ્રચાર
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ બીજા તબક્કાનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શૉ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. અમદાવાદના નરોડાથી શરૂ કરીને ચાંદખેડા સુધી રોડ શૉ આશરે 3.45 કલાક સુધી ચાલ્યો હતો. લગભગ 54 કિમીનો આ રોડ શોમાં 35 જેટલા પોઈન્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરાયા
કુલ 14 વિધાનસભા બેઠકોમાંથી પસાર થયો રોડ શો
વડાપ્રધાન મોદીએ આ રોડ શોમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની મળીને 13 વિધાનસભા બેઠકો અને ગાંધીનગર દક્ષિણની 1 બેઠક મળીને કુલ 14 વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી. આ રોડ શોમાં વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી.
#WATCH | Endless enthusiasm on the streets as Prime Minister Narendra Modi holds roadshow in Gujarat's Ahmedabad pic.twitter.com/jHrWoWckhd
— ANI (@ANI) December 1, 2022
રોડ શોમાં બની વિચિત્ર ઘટના
આ રોડ શોમાં એક વિચિત્ર ઘટનાં પણ બની હતી, વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કરતી વખતે કોઈ વ્યક્તિએ તેમની તરફ કાપડ ફેંક્યુ હતું. આ સિવાય વધુ એક સારી ઘટના પણ બની હતી. રોડ શોમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા પ્રધાનમંત્રી મોદીનાં કાફલાએ તેને જગ્યા આપી હતી.
મોદીએ વિવિધ નેતાઓને અર્પણ કરી પુષ્પાંજલિ
આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીએ વિવિધ નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ રોડ શોની શરુઆતમાં શ્યામશિખર ચાર રસ્તા પર ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને, અનુપમ બ્રિજ નજીક પંડિત દીનદળાય ઉપાધ્યાયની પ્રતિમાને અને સુભાષબ્રિજ આરટીઓ સર્કલ ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.