ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘BJP 370 અને NDA એ 400ને પાર’, PM મોદીના ત્રીજા ટર્મનું લક્ષ્ય

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે, તેમણે આ લોકસભાની આગમી ચૂંટણીમાં ભાજપ 370 અને NDAએ 400 સીટની બેઠક સાથે જીતશે તેવો દાવો કર્યો છે. આ ઉપરાંત,  પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને તેના વિરોધીઓ પર પણ આકરા પ્રહારો કર્યા. PMએ એમ પણ કહ્યું કે ભારત આપણા ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ મોદીની ગેરંટી છે.

અબ કી બાર 400કે પાર: PM મોદી

PM મોદીએ કહ્યું કે દેશમાં આવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતની મહાન પરંપરાને ઊર્જા આપતું રહેશે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે અને ખડગેજી પણ કહી રહ્યા છે કે આ વખતે 100% મોદી સરકાર આવશે. હું સામાન્ય રીતે આંકડામાં નથી પડતો. પરંતુ હું જોઉં છું કે દેશનો મૂડ NDAને 400 સીટોને પાર કરી દેશે અને ચોક્કસપણે ભાજપને 370 સીટો આપશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.

વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં જે ઝડપે કામ થઈ રહ્યો છે કોંગ્રેસ તેની કલ્પના પણ કરી શકતી નથી. તેમણે કહ્યું કે અમે ગરીબો માટે ચાર કરોડ ઘર બનાવ્યા. જેમાંથી 80 લાખ મકાનો શહેરી ગરીબો માટે બનાવવામાં આવ્યા છે. તેમણે પૂછ્યું કે જો આ મકાનો કોંગ્રેસની સરકાર વખતે બન્યા હોત તો શું થાત? તેમણે કહ્યું કે જો કોંગ્રેસની ગતિએ કામ ચાલ્યું હોત તો આ કામને પૂર્ણ થતાં 100 વર્ષનો સમય લાગતો. અને આમાં જ પાંચ પેઢીઓ વીતી ગઈ હશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત આપણા ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ મોદીની ગેરંટી છે. જો કોંગ્રેસ હોત તો આપણે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે 2044 સુધી રાહ જોવી પડી હોત. મને કોંગ્રેસની વિચારસરણી પર દયા આવે છે. કોંગ્રેસની ધીમી ગતિની કોઈ સરખામણી નથી. કોંગ્રેસે ક્યારેય અમારી ગતિની કલ્પના પણ નહીં કરી હોય.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી-2024: ચૂંટણી પંચે પ્રચારમાં બાળકોના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ

Back to top button