ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ તમામ સો. મીડિયા પેજની પ્રોફાઈલનું DP બદલ્યું, તિરંગો લગાવ્યો, દેશવાસીઓને કરી મોટી અપીલ

Text To Speech

દેશ સ્વતંત્રતા મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે આ સહીત 2 જી ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી હર ઘર તિરંગા અભિયાન પીએમ મોદી દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે 2જી ઓગસ્ટ ખાસ દિવસ છે આજના આ દિવસે પીએમ મોદીએ પોતાના તમામ સોશિયલ મીડિયા પેજ પરથી અન્ય ડિપી દૂર કરીને તિરંગાનું ડીપી રાખ્યું છે.

PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 2 થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ દેશવાસીઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચર તરીકે ત્રિરંગો લગાવવાનું આહ્વાન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 91મા એપિસોડમાં આ વાત કહી હતી. PM મોદીએ કહ્યું હતું કે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટના DPમાં ત્રિરંગો લગાવી શકીએ છીએ. 2 ઓગસ્ટ એ આપણા રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.

અમિત શાહે પણ લોકોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે લોકોને અપીલ કરી હતી કે તેઓ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તિરંગાનો ‘પ્રોફાઈલ’ પિક્ચર તરીકે ઉપયોગ કરવા માટે દરેકને પ્રેરિત કરે.આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં જોરદાર ઉછાળો આવવાની અપેક્ષા છે.

Back to top button