Diwali 2023ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીનેશનલ

જહાં સુરક્ષા બલ તૈનાત હૈ વહ સ્થાન મેરે લિયે કિસી મંદિર સે કમ નહીં હૈઃ પીએમ મોદી

  • દર વર્ષની જેમ આ વર્ષે પણ PM સુરક્ષા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા
  • બહાદુરીના સંપૂર્ણપણે મૂર્ત સ્વરૂપ એવા સુરક્ષા દળોનો ભારત હંમેશા આભારી રહેશે : PM

હિમાચલ પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે હિમાચલ પ્રદેશના લેપચામાં (Lepcha, Himachal Pradesh) સુરક્ષા જવાનો સાથે દિવાળીની (Diwali) ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી યુનિફોર્મમાં રહેલા જવાનો સાથે પ્રકાશના પાવન પર્વ એવા દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સુરક્ષા ઇન્સ્ટોલેશનના પ્રવાસે ગયા હતા. જ્યાં કાર્યક્રમ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, “ભારત હંમેશા આ સુરક્ષા દળોનો આભારી રહેશે જેઓએ બહાદુરી અને સજ્જતા સંપૂર્ણપણે મૂર્ત સ્વરૂપ રહેલા છે. વડાપ્રધાન મોદીએ આ મુલાકાતની તસવીરો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જવાનોને સંબોધતા કહ્યું હતું કે, “જ્યાં ભારતીય સૈનિકો હોય, જ્યાં સુરક્ષ દળના જવાનો હોય એ સ્થાન મારા માટે કોઈ મંદિરથી ઓછું નથી.”

સુરક્ષા દળોનું બલિદાન અને સમર્પણ આપણને સુરક્ષિત રાખે છે : PM

લેપચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા દળો (Indian Army) સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન સૈનિકોની સભાને સંબોધતા PM મોદીએ કહ્યું હતું કે, “હું સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છું અને તેથી લોકો માટે આ દિવાળીની શુભેચ્છાઓ પણ ખાસ છે. દિવાળીના અવસર પર દરેકને મારી હાર્દિક શુભેચ્છાઓ..”

PM કે CM નહીં રહીશ ત્યારે પણ જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરીશ : વડાપ્રધાન

વધુમાં જણાવ્યું કે, તેમણે દરેક દિવાળી સરહદો પર સુરક્ષાકર્મીઓ સાથે વિતાવી છે. “તમે જ્યાં છો ત્યાં જ મારો તહેવાર છે, હું PM કે CM ન હોઉં ત્યારે પણ, હું દર દિવાળીએ કોઈને કોઈ સરહદી ચોકી પર જવાનોની મુલાકાત લઈશ.”

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર શું જણાવ્યું ?

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, “આપણા સુરક્ષા દળોની હિંમત અતૂટ છે. પ્રિયજનોથી દૂર સૌથી મુશ્કેલ પ્રદેશોમાં રહીને સુરક્ષા દળો દ્વારા આપવામાં આવતું બલિદાન અને સમર્પણ આપણને સુરક્ષિત રાખે છે. ભારત હંમેશા આ નાયકોનો આભારી રહેશે જેઓ બહાદુરી અને સ્થિતિસ્થાપકતાના સંપૂર્ણ મૂર્ત સ્વરૂપ છે”

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજકેટને લઇ સિંહોના સંરક્ષણ માટે લેવાયો મોટો નિર્ણય

Back to top button