PM મોદી પેપર લીક રોકી શકતા નથી, એજ્યુકેશન સિસ્ટમ પર ભાજપનો કબજો: રાહુલ ગાંધી
- પરીક્ષામાં ધાંધલીના મુદ્દા પર રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લીધી
નવી દિલ્હી, 20 જૂન: NEET પરીક્ષા પછી હવે NET પરીક્ષામાં પણ ગરબડ થઈ હોવાના સમાચાર છે. પરીક્ષાના એક દિવસ બાદ જ NET પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય ગઈકાલે બુધવારે લેવામાં આવ્યો હતો. પરીક્ષામાં ગોટાળાના આ મુદ્દા પર રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ગુરુવારે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે, “PM મોદી પેપર લીક રોકી શકતા નથી. એજ્યુકેશન સિસ્ટમનું ડિમોનેટાઇઝેશન થયું છે. નિષ્પક્ષ એજ્યુકેશન સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ છે. અમે સંસદમાં આ સવાલ ઉઠાવશું. તમામ શૈક્ષણિક સંસ્થાઓને ભાજપે કબજે કરી લીધી છે. જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આવું ચાલતું રહેશે.”
‘भारत जोड़ो न्याय यात्रा’ के दौरान हजारों छात्रों ने पेपर लीक की शिकायत की थी। अब देश में NEET और UGC-NET के पेपर लीक हुए हैं।
दावा किया जाता है कि नरेंद्र मोदी युद्ध रुकवा देते हैं, लेकिन वे पेपर लीक नहीं रुकवा पा रहे हैं या फिर वे पेपर लीक रोकना नहीं चाहते।
मध्य प्रदेश में… pic.twitter.com/qK9moprUea
— Congress (@INCIndia) June 20, 2024
રાહુલ ગાંધીએ કહ્યું કે, પેપર લીક થવાનું કારણ એ છે કે સમગ્ર વાઈસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને બીજેપી અને તેમના પેરેન્ટ સંગઠનના લોકોએ કબજે કરી લીધી છે. જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. મધ્યપ્રદેશમાં કૌભાંડ થયું અને તે કૌભાંડને નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આખા દેશમાં ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
એક પરીક્ષા રદ્દ કરવામાં આવી છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પીએમ મોદી આ લીકને રોકી શક્યા નહીં. એક પરીક્ષાને ગરબડને કારણે તમે તેને રદ્દ કરી દીધી છે, ખબર નથી કે બીજી પરીક્ષા રદ્દ થશે કે નહીં. પરંતુ આ માટે કોઈને કોઈ જવાબદાર છે અને આ માટે કોઈને કોઈ તો પકડાવવું જોઈએ.”
‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવ્યું, પેપર લીક અટકાવવામાં અસમર્થ’
કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, શિક્ષણ પ્રણાલીનું ડિમોનેટાઈઝેશન થઈ ગયું છે. ન્યાયી શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. NEET અને UGC NETનું પેપર લીક થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવ્યું. મોદીજીએ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું, પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપરો લીક થતા અટકાવી શકતા નથી અથવા રોકવા માંગતા નથી.
શિક્ષણ પ્રણાલીનું ડિમોનેટાઈઝેશન કરવામાં આવ્યું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં કૌભાંડ થયું, નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આખા દેશમાં આ કૌભાંડ ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે, સમગ્ર વાઈસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને ભાજપના લોકો અને તેમના પેરેન્ટ સંગઠને કબજે કરી લીધું છે. બિહારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. શિક્ષણ પ્રણાલી ડિમોનેટાઈઝ થઈ ગઈ છે. ન્યાયી શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.
UGC-NET 2024ની પરીક્ષા રદ્દ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 18 જૂને યોજાનારી UGC-NET 2024ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NET પેપર લીક અને પરીક્ષા રદ્દ થવાની આશંકા બાદ ઘણા લોકો નિરાશા અને ગુસ્સામાં છે, કારણ કે પરીક્ષા રદ્દ થવાથી માત્ર સમયનો બગાડ થતો નથી પરંતુ ઉમેદવારોની હિંમત અને પરિવારની આશા પણ તૂટી જાય છે. એવા ઘણા ઉમેદવારો પણ પરીક્ષા આપે છે જેમના પરિવારજનો તેમને આગળ પરીક્ષામાં બેસવાની તક પણ આપતા નથી.
11 લાખથી વધુ ઉમેદવારોએ NET ફોર્મ ભર્યા હતા
મહત્ત્વપૂર્ણ છે કે, 11 લાખથી વધુ ઉમેદવારોએ UGC NETના ફોર્મ ભર્યા હતા. પરીક્ષા 18 જૂને યોજાઈ હતી પરંતુ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ ડિવિઝન (NCTAU) એ પરીક્ષામાં ગેરરીતિની અનેક ફરિયાદો મળ્યા બાદ તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓના ઓનલાઈન ચેટ ફોરમ પર UGC NETના પ્રશ્નપત્ર અને સોલ્વ કરેલા પેપર વિશે ચર્ચા ચાલી રહી છે. આ પછી NETની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
NEET પરીક્ષામાં પણ ગોલમાલ સામે આવી હતી
અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે NEET UG 2024ની પરીક્ષા 5 મેના રોજ દેશભરના 4000થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરિણામ જાહેર થયા પહેલા જ 1 જૂનના રોજ NEET પેપર લીક અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ NEET પરિણામમાં 67 વિદ્યાર્થીઓ ટોપર્સ જાહેર થયા બાદ પરીક્ષાની અખંડિતતા પર સવાલો ઉભા થયા હતા. NTAએ તેના જવાબમાં કહ્યું હતું કે, 6 પરીક્ષા કેન્દ્રો પર 1563 વિદ્યાર્થીઓને સમય ગુમાવવાના વળતર તરીકે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માર્ક્સ વધ્યા હતા અને 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા હતા.
ફરીથી NEET પરીક્ષાની તૈયારી, 23મી જૂને પરીક્ષા
જો કે, ઘણી જહેમત બાદ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ગ્રેસ માર્ક્સ રદ કરીને, તેઓએ તે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ વિના ફરીથી પરીક્ષા આપવા અથવા NEET UG કાઉન્સિલિંગમાં હાજર રહેવાનો વિકલ્પ આપ્યો છે. ફરીથી NEET પરીક્ષા 23 જૂને લેવામાં આવશે અને પરિણામ 30 જૂને જાહેર થઈ શકે છે, જ્યારે NEET UG કાઉન્સેલિંગ 6 જુલાઈથી શરૂ થવાનું છે. સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.