- વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર કૈલાશ ખેરના ગીતનો વિડીયો શેર કર્યો
- તમારી ભક્તિથી ભરેલી રજૂઆત મનમોહક છે, જય બાબા વિશ્વનાથ! : PM
નવી દિલ્હી, 10 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયક કલાકાર કૈલાશ ખેરના વખાણ કર્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ગાયક કલાકાર કૈલાશ ખેરનો કાશી વિશ્વનાથ પર બનેલા ગીતનો વિડીયો શેર કર્યો હતો. PM મોદીએ વિડિયો શેર કરતા જણાવ્યું હતું કે, “તમારી ભક્તિથી ભરેલી રજૂઆત મનમોહક છે. જય બાબા વિશ્વનાથ!”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતને લઈને શું કહ્યું ?
अजर-अमर-अविनाशी काशी की महिमा को बारंबार प्रणाम! भक्ति भाव से भरी आपकी ये प्रस्तुति मन को मोह लेने वाली है।
जय बाबा विश्वनाथ! https://t.co/9ehTylH0N9
— Narendra Modi (@narendramodi) December 10, 2023
પીએમ મોદીએ ગાયક કૈલાશ ખેરની કાશી વિશ્વનાથ અને ભગવાન ભોલેનાથ પર બનેલી પ્રસ્તુતિની પ્રશંસા કરી હતી અને ટ્વિટર તેના વખાણ કરતાં લખ્યું હતું કે, “ અમર અને અવિનાશી કાશીના મહિમાને વારંવાર નમસ્કાર! તમારી ભક્તિથી ભરેલી આ રજૂઆત મનમોહક છે…જય બાબા વિશ્વનાથ!”
ગાયક કૈલાશ ખેરે કાશી વિશ્વનાથ પર બનેલું ગીત કર્યું રીલીઝ
શનિવારે ગાયક કલાકાર કૈલાશ ખેર દ્વારા પોતાનું કાશી વિશ્વનાથ પર બનેલું ગીત રીલીઝ કરવામાં આવ્યું હતું. જે બાદ ગાયક કલાકાર કૈલાશ ખેરે ટ્વિટર પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે “ગીત રિલીઝ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનોખા સંસદીય ક્ષેત્રનો મહિમા વિશ્વનાથ મહાદેવના ચરણોમાં પ્રસ્તુત છે, સાંભળો, તેના ઊંડા આધ્યાત્મિક રહસ્યો જાણો અને માણો. હર હર મહાદેવ ॐ “
આ પણ જુઓ :અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શોભાયાત્રા કાઢવામાં આવશે