PM મોદીએ ચૂંટણી બોન્ડ પર તોડ્યું મૌન, કહ્યું: જે તેની વિરુદ્ધ છે તે અફસોસ કરશે
- લોકસભાની ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ ગરમાયો
નવી દિલ્હી, 1 એપ્રિલ: લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી ડોનેશન કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ ગરમાયો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વારંવાર ફટકાર લગાવી છે અને ચૂંટણી પંચને તેની સાથે જોડાયેલી તમામ માહિતી શેર કરવા કહ્યું છે. હવે પીએમ મોદીએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ મુદ્દે પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, મને કહો કે મેં એવું શું કર્યું છે જેના કારણે હું પીછેહઠ કરું, હું દૃઢપણે માનું છું કે જે લોકો આના(ચૂંટણી બોન્ડ) પર નાચી રહ્યા છે તેઓ ચોક્કસપણે પસ્તાશે.
People who are protesting against the Electoral Bonds will soon regret it.
Before 2014, there was no trail of the funds given to political parties during elections.
Thanks to Electoral Bonds, we can now trace the source of funding. Nothing is perfect, imperfections can be… pic.twitter.com/UiFi3TESDc
— BJP (@BJP4India) March 31, 2024
સિસ્ટમમાં ખામીઓ હોય શકે છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા યોજાયેલી તમામ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ તે ચૂંટણીઓમાં ખર્ચ કર્યો જ હશે, તો શું કોઈ એજન્સીએ જણાવવું જોઈએ કે પાર્ટીઓ પાસે પૈસા ક્યાંથી આવ્યા, પૈસા ક્યાં ખર્ચાયા? મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ બનાવ્યા, તેથી દરેક વ્યક્તિ જાણી શકે છે કે પૈસા ક્યાં લેવામાં આવ્યા, ક્યાં આપવામાં આવ્યા, કોણે લીધા અને કોને આપ્યા. નહિંતર આપણે કેવી રીતે જાણતા કે શું થયું? આજે તમને પગેરું મળી રહ્યું છે. પીએમે કહ્યું કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ હોતી નથી, તેમાં ખામીઓ હોય શકે છે અને ખામીઓને સુધારી પણ શકાય છે, જો બોન્ડ હોત તો ખબર હોત કે પૈસા ક્યાં ગયા.
ED સ્વતંત્ર રીતે કામ કરે છે: વડાપ્રધાન
જ્યારે પીએમને ED અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમે જે કહી રહ્યા છો, શું અમારી સરકાર આવ્યા બાદ ED બનાવવામાં આવી હતી? અમે PMLAનો કાયદો બનાવ્યો છે. ED સ્વતંત્ર છે, ન તો અમે તેને રોકીએ છીએ અને ન તો મોકલીએ છીએ. તેણે સ્વતંત્ર રીતે કામ કરવું પડશે. અમારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. ED પાસે 7000 કેસ છે અને 3 ટકાથી ઓછા કેસ રાજકારણ સાથે જોડાયેલા છે. તેમની પાસેથી રૂ. 35 લાખ, રૂ. 2200 કરોડની રોકડ રિકવર થઈ છે, એજન્સીની કામગીરી લીક થતી નથી, નોટોના ઢગલા જપ્ત કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસે વરિષ્ઠોની સલાહનું પાલન કરવું જોઈએ: PM
PMએ કહ્યું કે, કેટલીક જગ્યાએ પૈસા વોશિંગ મશીનમાં મળી રહ્યા છે જ્યારે અન્ય જગ્યાએ પાઈપોમાં પૈસા રાખવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ પાસેથી 300 કરોડ રૂપિયા જપ્ત થઈ રહ્યા છે તો બંગાળમાં મંત્રીઓના ઘરેથી નોટોના બંડલ મળી રહ્યા છે. જ્યાં સુધી અન્ય એજન્સી કેસ રજીસ્ટર ન કરે ત્યાં સુધી ED કાર્યવાહી કરતું નથી.
પીએમ મોદીએ કોંગ્રેસ માટે કહ્યું કે, હું મારી જાતને તીસમાર ખાન નથી માનતો જે કોઈને સલાહ આપીને ફરે છે. કોંગ્રેસની અંદર પણ સિનિયર લોકો છે અને જો કોંગ્રેસ એ સિનિયર લોકોની વાત સાંભળવાનું શરૂ કરે તો કદાચ તેમને ફાયદો થશે અને કોંગ્રેસને પણ ફાયદો થશે.
આ પણ જુઓ: PM મોદી આજે મુંબઈના પ્રવાસે: RBIના 90 વર્ષ પૂરા થવા પર આયોજિત સમારોહને કરશે સંબોધિત