

મુંબઈ, 13 જુલાઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવદંપતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને તેઓને આશીર્વાદ આપ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પણ સૌ મહેમાનોને હરખભેર મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં પીએમ મોદીએ અનંત અને રાધિકા દંપતીને આશીર્વાદ આપ્યા હતા. પીએમ મોદી ‘જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર’ પહોંચ્યા કે તરત જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આગળ આવ્યા અને તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી અનંત અને આકાશ બંનેએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શંકરાચાર્યજી, અન્ય સંતો – મહંતો, દેશ – વિદેશના મહેમાનો તેમજ રાધિકા મર્ચન્ટના પરિવારને મળ્યા હતા અને તેઓનું અભિવાદન જીલ્યું હતું.