ટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીને રામેશ્વરમમાં પવિત્ર જળથી સ્નાન કરાવ્યું, જૂઓ વીડિયો

  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે છે અને તેઓ અહીંયા અનેક મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી રહ્યા છે. પીએમને આજે 22 કુવાઓના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું

રામેશ્વરમ, 20 જાન્યુઆરી: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે. પીએમ મોદી લાકડાના પાટિયા પર ધાબળો ઓઢીને સૂઈ રહ્યા છે, એકટાણું ઉપવાસ પણ કરી રહ્યા છે. આ સાથે આજે પીએમ મોદી તમિલનાડુના રામેશ્વરમના સમુદ્રના પવિત્ર જળમાં સ્નાન પણ કરી આવ્યા છે.

વડાપ્રધાને અનેક તીર્થસ્થળોના પવિત્ર જળમાં સ્નાન કર્યું

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીને અનેક તીર્થસ્થળોના પવિત્ર જળથી સ્નાન કરી રહ્યા છે. સમુદ્ર સ્નાન બાદ પીએમ રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિર ગયા હતા. અહીં વડાપ્રધાને અનેક યાત્રાધામોના પવિત્ર જળથી સ્નાન કર્યું હતું. આ પછી વડાપ્રધાને મંદિરમાં વિશેષ પૂજા પણ કરી હતી. આનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. આ સાથે પીએમ મોદીએ ‘શ્રી રામાયણ પારાયણ’ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આઠ અલગ-અલગ પરંપરાગત મંડળોએ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતીમાં રામકથા સંભળાવી હતી. પીએમ મોદીએ રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરની ભજન સંધ્યામાં પણ હાજરી આપી હતી.

અહીં જૂઓ પીએમ મોદીનો સ્નાન કરતો વીડિયો

 

પીએમ રવિવારે રામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે

વડાપ્રધાન 21 જાન્યુઆરીએ ધનુષકોડીના કોડંડા રામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ મંદિર શ્રી કોદંડા રામાસ્વામીને સમર્પિત છે. કોઠંડારામ નામનો અર્થ ધનુષ સાથેના રામ છે. તે ધનુષકોડી નામના સ્થળે આવેલું છે. એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. એવું પણ કહેવાય છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો. પીએમ મોદી ધનુષકોડી નજીક અરિચલ મુનાઈની પણ મુલાકાત લેશે, જ્યાં રામ સેતુનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ઝલક દિખલા જા 11માં ‘શ્રી રામ’ ગીત પર શિવ ઠાકરેનું જબરદસ્ત પર્ફોર્મન્સ

Back to top button