PM મોદીએ ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના સત્રમાં આપી હાજરી, શિક્ષણ વ્યવસ્થાને લઈને કહી આ મહત્વની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ગયા છે. પાટનગર ગાંધીનગરમાં આયોજિત અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનમાં હાજરી આપી હતી. આજે પીએમ રાજ્યના લોકોને 4,400 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે.
PM મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘમાં આપી હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ગયા છે. પાટનગર ગાંધીનગરમાં આયોજિત અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું આ 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે ‘ગુજરાતમાં રહીને મને પ્રાથમિક શિક્ષકોની સાથે રાજ્યની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને બદલવાનો અનુભવ થયો છે.એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ લગભગ 40% હતો અને આજે તે ઘટીને 3% થી પણ ઓછો થઈ ગયો છે. ગુજરાતના શિક્ષકોના સહકારથી જ આ શક્ય બન્યું છે’.
રૂ. 4,400 કરોડની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
મહાત્મા મંદિર ખાતે આયોજિત અન્ય એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી રૂ. 4,400 કરોડની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રૂ. 2,450 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી 19,000 પરિવારો માટે ગૃહપ્રવેશ કરાવશે
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણ અને શહેરી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 19,000 પરિવારો માટે ગૃહપ્રવેશ કરશે. પીએમ લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપશે. આ મકાનો બનાવવામાં લગભગ 1,950 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાહુલ ગાંઘીને સજા આપનાર જજ સહિત 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક