ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

જર્મનીમાં બાળકો સાથે PMનો વાર્તાલાપ, બાળકે સંભળાવી હિન્દી કવિતા

Text To Speech

PM નરેન્દ્ર મોદી જર્મનીના બે દિવસના પ્રવાસે છે. G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. PM મોદીએ અહીં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી અને તેનું અભિવાદન કર્યું હતું.

બાળકો પ્રત્યેનો PMનો પ્રેમ
પીએમ મોદીના બાળકો પ્રત્યે પ્રેમનો વધુ એક કિસ્સો જર્મનીમાં જોવા મળ્યો. G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે હાલ પીએમ મોદી જર્મનીમાં છે. રવિવારની સવારે તેઓ મ્યુનિખની હોટલમાં પહોંચ્યાં હતા. જ્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આ તમામ લોકોની વચ્ચે પીએમ મોદીની નજર ત્યાં તેમની આતુરતાથી રાહ જોઈ ઉભા રહેલા બાળકો પર પડતા સીધા તે દિશામાં ગયા. અહીં, ઉભા રહેલા બાળકો સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી. તો તે પૈકી એક બાળકે હિન્દીમાં પ્રધાનમંત્રી મોદીને કવિતા પણ સંભળાવી હતી.

દુનિયાના 7 સૌથી ધનિક દેશોનો સમૂહ છે G-7
નોંધનીય છે કે જી-7 દુનિયાના સાત સૌથી ધનવાન દેશોનો સમૂહ છે જેની અધ્યક્ષા જર્મની કરી રહ્યું છે. આ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા સામેલ છે. વિદેશ સચિવે જણાવ્યુ કે જી-7 શિખર સંમેલનના આયોજનની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે, જેમાં આર્જેન્ટીના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોના આમંત્રિત કરવામાં આવ્યા છે.

G-7 બેઠક બાદ પીએમ મોદી 28 જૂને યૂએઈનો પણ પ્રવાસ કરશે. ત્યાં તે સંયુક્ત અરબ અમીરાતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરશે.

મહત્વનું છે કે બે મહિનામાં પીએમ મોદી બીજીવાર જર્મની યાત્રાએ ગયા છે. આ પહેલા પીએમ મોદી 2 મેએ જર્મની ગયા હતા, જ્યાં તેમણે છઠ્ઠી ભારત-જર્મની અંતર સરકારી વિચાર વિમર્શ બેઠકમાં ભાગ લીધો હતો.

Back to top button