ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદી સિડની પહોંચ્યા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે એરપોર્ટ પર કર્યું સ્વાગત

Text To Speech

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીની તેમની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમના ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. સિડની એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે તેમનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદીનું સિડનીમાં આગમન થતાં ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમનના સમાચાર સાંભળીને આ લોકો લાંબા સમય સુધી સિડનીની હોટેલની બહાર એકઠા થઈ ગયા હતા.

આમાંથી એક NRIએ કહ્યું, ‘PM મોદીએ ભારતને એક નવી ઓળખ આપી છે. અમે ઉત્સાહિત છીએ અને તેમને મળવા માટે આતુર છીએ. આ આપણા માટે જીવનભરનો અવસર છે.

વડાપ્રધાન મોદી આજથી 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડશે. તેઓ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સોમવારે PM મોદીના તેમના દેશમાં આગમન પહેલાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની યજમાની કરવી તેમના માટે ‘સન્માન’ની વાત હશે. તેમણે સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અલ્બેનીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ વર્ષની શરૂઆતમાં ભારતમાં તેમનું(અલ્બેનીઝે) ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત થયા બાદ હું ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતને લઈને વડાપ્રધાન મોદીની યજમાની કરવા આતુર છું. તે મારા માટે સન્માનની વાત છે.

આ પણ વાંચો: પાપુઆ ન્યુ ગિનીના PM એ વડાપ્રધાન મોદીને ગણાવ્યા વિકાસશીલ દેશોના આગેવાન, PMએ પણ આપ્યો આ વિશ્વાસ

Back to top button