ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

PM મોદી UAE બાદ કતર પહોંચ્યા, દોહામાં અમીર શેખ સાથે કરી મહત્ત્વપૂર્ણ ચર્ચા

Text To Speech
  • 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોની મુક્તિ બાદ PM મોદીની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ

દોહા, 15 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસની મુલાકાત બાદ બુધવારે મોડી સાંજે કતર પહોંચ્યા હતા. અહીં કતરના વિદેશ મંત્રીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને કતરના વડાપ્રધાન અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની દોહામાં મુલાકાત થઈ હતી. પીએમ મોદી બુધવારે સાંજે અબુ ધાબીમાં એક હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યા બાદ UAEથી કતર પહોંચ્યા હતા. તાજેતરમાં કતરમાં 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોની મૃત્યુદંડની સજા માફ કરવાના સમાચાર અને આ 8 ભારતીયો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા બાદ પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીએ ભારતીયોની વાપસી માટે સતત પ્રયાસો કર્યા હતા.

 

વડાપ્રધાન બન્યા બાદ PM મોદી બીજીવાર કતરની મુલાકાતે

PM મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત કતરની મુલાકાતે છે. અગાઉ તેઓ 2016માં કતર ગયા હતા. કતરના અમીર સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું કે, વડાપ્રધાન અલ થાની સાથેની વાતચીત ઉત્તમ રહી. અમે ભારત અને કતર વચ્ચે મિત્રતાને વધુ મજબૂત કરવા ચર્ચા કરી. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પીએમ મોદીએ કતરના વડાપ્રધાન સાથે ખૂબ જ સફળ વાતચીત કરી હતી.

 

બેઠકમાં વ્યાપાર, રોકાણ અને નાણાના મુદ્દાઓ પર ચર્ચા થઈ

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, PM મોદીએ રાજધાની દોહામાં કતરના વડાપ્રધાન અને નાણાં મંત્રી અલ થાની સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં વેપાર અને રોકાણ, ઉર્જા, નાણા જેવા મુદ્દા સામેલ હતા. આ પહેલા દોહા પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ પર કતરના વિદેશ મંત્રી સુલતાન બિન સાદ અલ મુરૈખીએ સ્વાગત કર્યું હતું. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ કતરના વડા પ્રધાન દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી.

આ પણ જુઓ: 700 કરોડના ખર્ચે બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરની ઝલક

Back to top button