ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી નેપાળ પહોંચ્યા, લુમ્બિનીમાં બુદ્ધપૂર્ણિમાની વિશેષ પ્રાર્થનામાં સામેલ થશે; PM દેઉબાને પણ મળશે

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેપાળ મુલાકાતે છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર PM મોદીનું સ્વાગત કર્યું હતું. નેપાળ પહોંચતાની સાથે જ સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મહામાયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સિવાય બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેઓ અશોક સ્તંભની સામે ઘીનો દિવો પણ પ્રગટાવશે અને બૌધી વૃક્ષને જળ ચડાવશે. આ વૃક્ષ તેમણે વર્ષ 2014માં નેપાળને ભેટ કર્યું હતું.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર PM મોદીનું સ્વાગત કર્યું હતું

લુમ્બિનીમાં બંને નેતાઓની મુલાકાત
નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું- વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબા લુમ્બિનીમાં મળશે. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો અંગે ચર્ચા કરશે. એકબીજાના હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વાસ્તવમાં આજે બુદ્ધપૂર્ણિમા છે અને આજે નેપાળના વડાપ્રધાન અને મોદીની મુલાકાત થશે. નોંધનીય છે કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો. ભારતમાં બૌદ્ધ લોકોની વસ્તી ભલે ઓછી હોય, પરંતુ ભારતનો ઇતિહાસ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિના પૂર્ણ નથી. નેપાળમાં બૌદ્ધોની બીજા નંબરની સૌથી મોટી વસ્તી છે. એકલા લુમ્બિનીમાં એક લાખ 58 હજાર બૌદ્ધો રહે છે. જ્યારે આ બેઠક લુમ્બિનીમાં થશે, ત્યારે ભારત અને નેપાળ બંનેના સામાન્ય બૌદ્ધ વારસાના રાજકીય સંબંધોમાં પણ સુધારો થશે.

ભારત-નેપાળના સંબંધ વધુ મજબૂત બનશે
વડાપ્રધાન મોદી 2566મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપશે. તેઓ બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કરશે. PMની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.

વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય રીતે પણ મહત્વની પણ ગણી શકાય. અહીંથી તેઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં રહેતા બૌદ્ધોને ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે

વડાપ્રધાન નેપાળમાં ભારતની પહેલ પર બનાવવામાં આવી રહેલા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજની આધારશિલા મૂકશે. આ જગ્યા પર બૌદ્ધ પરંપરાનો અભ્યાસ થશે.

સાંસ્કૃતિક-શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવાના થશે પ્રયાસ
ભારત અને નેપાળના PM વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય એવી શક્યતા છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદીના સન્માનમાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે, જેમાં નેપાળી પીએમ તેમની કેબિનેટ સાથે હાજર રહેશે.

વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય રીતે પણ મહત્ત્વની
ભારતમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. આવતા વર્ષે અહીં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર છે અને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. વડાપ્રધાનની આ મુલાકાત ધાર્મિક અને રાજકીય રીતે પણ મહત્વની પણ ગણી શકાય. અહીંથી તેઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં રહેતા બૌદ્ધોને ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

PM મોદી 2014થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. જો કે 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે.

PM બન્યા બાદ મોદી પાંચમી વખત નેપાળ પહોંચ્યા
PM મોદી 2014થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. એ જ સમયે, 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે. પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, જનકપુર ધામમાં જાનકી માતા મંદિર અને મુસ્તાંગમાં મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

થોડાં દિવસ પહેલાં જ નેપાળના વડાપ્રધાન દેઉબા ભારત આવ્યા હતા
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી. આ પછી તેણે વારાણસીમાં વિધવાઓ માટે શેલ્ટર હોમનો પણ પાયો નાખ્યો.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી
Back to top button