ટોક્યો: નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે રવિવારે સાંજે જાપાન જવા રવાના થયા હતા. સોમવારે વહેલી સવારે તેઓ ત્યાં પહોંચ્યા હતા. 23 અને 24 મેના રોજ મોદી ક્યાં મળશે અને આ દરમિયાન તેમનો શું કાર્યક્રમ હશે તે નીચે મુજબ છે. આ મુલાકાતમાં તેઓ અન્ય ત્રણ સભ્ય નેતાઓ સાથે અલગ-અલગ બેઠક કરશે.
23 મેનો કાર્યક્રમ
- ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીનું સ્વાગત કરશે
- PM મોદી NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડો સાથે કરશે બેઠક
- UNIQLOના ચેરમેન તાદાશી યાનાઈ સાથે મુલાકાત
- PM સુઝુકી મોટર્સના સલાહકાર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત કરશે
- સોફ્ટબેન્ડ ગ્રુપના પ્રમુખ માસાયોશી સોન સાથે મુલાકાત કરશે
- તે જ દિવસે ઈન્ડો પેસિફિક ઈકોનોમિક પાર્ટનરશીપ લોન્ચ કરશે
- જાપાનીઝ બિઝનેસ લીડર્સ રાઉન્ડ ટેબલ મીટિંગ કરશે
24 મેના દિવસનું શિડ્યૂલ
- જાપાનની ઈવેન્ટમાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરશે
- ક્વાડ સમિટમાં ભાગ લેશે
- જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લેશે
- જાપાનના પીએમ દ્વારા ક્વાડ લંચનું આયોજન કરશે
- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે બેઠક કરશે
- જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન યોશિહિદે સુગા સાથે મુલાકાત
- જાપાન-ઈન્ડિયા એસોસિએશનના અધ્યક્ષ સાથે મુલાકાત
- મિટિંગ અને પછી જાપાનીઝ પીએમ સાથે રાત્રિભોજન
- દિલ્હી માટે પ્રસ્થાન
પીએમ મોદી ત્રણ દેશોના ટોચના નેતાઓને મળશે મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને નવા ચૂંટાયેલા ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસને મળવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું, ‘અમારી વાતચીતથી અમને અમારા સંબંધિત દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વિકાસ સહયોગને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરવાની તક મળશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આ વર્ષે માર્ચમાં તેમને 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે વડાપ્રધાન કિશિદાની યજમાની કરવાની તક મળી હતી. ટોક્યોની તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વાતચીત ચાલુ રાખવા માટે ઉત્સુક છે. ભારત અને જાપાન વચ્ચેનો આર્થિક સહયોગ એ અમારી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનું એક મહત્વપૂર્ણ પાસું છે. માર્ચ સમિટ દરમિયાન PM કિશિદા અને મેં આગામી પાંચ વર્ષમાં જાપાનથી ભારતમાં જાહેર અને ખાનગી રોકાણ અને ધિરાણમાં JPY 5 ટ્રિલિયન સાકાર કરવાના અમારા ઈરાદાની જાહેરાત કરી હતી. આગામી મુલાકાત દરમિયાન હું આ ઉદ્દેશ્યના અનુસંધાનમાં આપણા દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે જાપાનના વેપારી નેતાઓને મળીશ.’
પીએમએ ઉલ્લેખ કર્યો કે, જાપાનમાં ભારતીય ડાયસ્પોરાના લગભગ 40,000 સભ્યો છે. જેઓ જાપાન સાથેના આપણા સંબંધોમાં મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તેઓ તેમની સાથે વાતચીત કરવા આતુર છે. અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અંગે મોદીએ કહ્યું કે, ‘તેઓ અમેરિકા સાથેના બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરશે. અમે પ્રાદેશિક વિકાસ અને સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર પણ અમારો સંવાદ ચાલુ રાખીશું’
ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને મળશે. તેઓ પ્રથમ વખત ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. મોદીએ કહ્યું, ‘હું તેમની સાથે દ્વિપક્ષીય બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જે દરમિયાન ભારત અને ઑસ્ટ્રેલિયાના સંબંધોને વિસ્તૃત કરવા સક્ષમ બનશે. આ અંતર્ગત બહુપક્ષીય સહકાર હશે. વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.