PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ જોવાના છે. ત્યારબાદ તેઓ મુંબઈ અને દિલ્હી જવા રવાના થશે. વર્ષ 2017 બાદ કોઈ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનો આ પ્રથમ પ્રવાસ છે. આ કારણે જ તેને ખાસ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ આવતીકાલે PM મોદી સવારે 8.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે. ત્યાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિઝ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી 10.25 કલાકે ફરીથી ગાંધીનગર રાજભવન જવા માટે રવાના થશે અને સાંજે ચાર વાગ્યે ફરીથી દિલ્હી જવા માટે રવાના થશે. બીજા દિવસે તેઓ પ્રધાનમંત્રી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ જોશે.
મેચ જોયા બાદ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી મુંબઈ માટે રવાના થશે. જ્યાં INS વિક્રાંત પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મોડી સાંજે એલ્બાનીઝ દિલ્હી પહોંચશે. અહીં રાત્રિ રોકાણ બાદ ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના આધારિક સ્વાગત માટે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે તેમની મુલાકાત થશે અને આ દરમિયાન કેટલાય મુદ્દેઓની ચર્ચા કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ અમદાવાદમાં છે. તેઓ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વિઝિટર બુકમાં લખ્યું હતું કે, ‘ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે ગર્વની વાત છે. આજે પણ તેમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.’ ત્યારે ગાંધી આશ્રમ દ્વારા વડાપ્રધાન એન્થનીને ઓસ્ટ્રેલિયાના સંશોધનક થોમસ વેબર દ્વારા લિખિત ‘ધ સોલ્ટ માર્ચ’ પુસ્તક ભેટ તરીકે આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતમાં રમી હોળી, પરંપરાગત ડાન્સનો પણ આનંદ માણ્યો, જુઓ તસવીરો