- પાપુઆ ન્યુ ગિની હિંદ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ
- હિંદ પ્રશાંત મહાસાગરની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ દેશ
- ભારત ઉપરાંત અમેરિકાની પણ પાપુઆ ગિની ઉપર નજર
જાપાનમાં G7 કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જાપાનથી રવાના થયા છે. હાલમાં પીએમ મોદી જાપાન છોડીને હિંદ પ્રશાંત મહાસાગરના નાના દેશ પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. વડા પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પાપુઆ ન્યુ ગિની હિંદ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે અને તેના સ્થાનને કારણે તે હિંદ પ્રશાંત મહાસાગરની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. PM નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. વડાપ્રધાન તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. આ દરમિયાન તેમનું પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પીએમ મોદીના ચરણ પણ સ્પર્શ્યા હતા. પીએમએ તેમને ગળે લગાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. અહીં તેઓ FIPIC સમિટમાં ભાગ લેશે.
શા માટે પાપુઆ ન્યુ ગિની મહત્વપૂર્ણ છે
પાપુઆ ન્યુ ગિની હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં તેની પકડ બનાવવા માટે એક મહત્વપૂર્ણ દેશ છે. આ જ કારણ છે કે અમેરિકાની નજર પણ પાપુઆ ન્યુ ગિની પર છે અને અમેરિકા આ દેશ સાથે પોતાનો સૈન્ય સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. સોલોમન આઇલેન્ડ પણ ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં સ્થિત એક ટાપુ દેશ છે અને ચીન અહીં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીનને ટક્કર આપવા માટે અમેરિકા પણ ઈન્ડો-પેસિફિક દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે.
PM મોદીને પાપુઆ ન્યુ ગીનીમાં વિશેષ સન્માન મળશે
PM મોદીનું પાપુઆ ન્યુ ગીનીમાં આગમન પર પૂર્ણ રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે પાપુઆ ન્યુ ગીનીમાં સૂર્યાસ્ત પછી આવનાર મહેમાનોનું પરંપરાગત રીતે સન્માન કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદી આ મામલામાં અપવાદ છે.
મોદીએ G7માં ઋષી સુનક સાથે કરી હતી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હિરોશિમામાં તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથેની વાતચીત દરમિયાન ભારત-યુકે FTA વાટાઘાટોમાં પ્રગતિ સહિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. G7 સમિટ દરમિયાન સુનકને મળ્યા હતા. આ દરમિયાન, બંને નેતાઓ વેપાર અને રોકાણ અને વિજ્ઞાન અને તકનીક જેવા વિશાળ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતા.