ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડવા બદલ PM મોદીએ માંગી માફી, જૂઓ શું કહ્યું

  • તાજેતરમાં જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. આજે શુક્રવારે એક બેઠકમાં પીએમ મોદીએ આ ઘટના માટે માફી માંગી છે

મહારાષ્ટ્ર, 30 ઓગસ્ટ: તાજેતરમાં જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. આજે શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં આ ઘટના માટે માફી માંગી છે. પીએમ મોદીએ આ ઘટના માટે માફી માંગી છે અને કહ્યું છે કે શિવાજી અમારા માટે આરાધ્ય છે. ચાલો જાણીએ પીએમ મોદીએ બીજું શું કહ્યું છે.

શું કહ્યું પીએમ મોદીએ?

શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘જ્યારે મને પીએમ પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ત્યારે હું સૌથી પહેલા રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની જગ્યા પર ગયો હતો. તાજેતરમાં સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, આપણા માટે શિવાજી આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.’

અહીં જૂઓ વીડિયો:

 

મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. PM મોદીએ લગભગ રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વડવાણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.

અજિત પવારે પણ માંગી હતી માફી

સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તુટવા પર ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી હતી. આ ખૂબ જ નિંદનીય છે. આમાં જે પણ દોષિત હશે તેને સજા થશે. હું, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ, મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની માફી માંગુ છું. છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના દેવતા છે.

આ પણ વાંચો: આ રાજ્યના મંદિરોમાં હવેથી ફક્ત હિન્દુઓને જ નોકરી આપવામાં આવશે

Back to top button