ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

વ્હાઈટ હાઉસમાં PM મોદી અને મસ્કની મુલાકાત: AI અને સ્ટારલિન્ક પર થશે ચર્ચા

Text To Speech
  • PM મોદી અને મસ્કની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ મુલાકાત આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વની છે

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 ફેબ્રુઆરી) તેમની યુએસ યાત્રા દરમિયાન ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે મુલાકાત કરશે. આ બેઠક એટલે પણ ખાસ છે કારણકે, મસ્ક અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના તેમજ વિશ્વસનીય સલાહકાર તરીકે ઉભરી આવ્યા છે. વડાપ્રધાન મોદીના બે દિવસીય અમેરિકાના પ્રવાસમાં અનેક નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ સામેલ છે, પરંતુ ઈલોન મસ્ક સાથે તેમની બેઠકને લઈને લોકોમાં વધારે ઉત્સાહ છે.

2015માં થઈ હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદી અને ઈલોન મસ્ક એકબીજાને મળી રહ્યા હોય. વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ સૈન જોસમાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જેમાં મસ્કે તેમને પર્સનલી ફેક્ટરીની મુલાકાત કરાવી હતી. જોકે આ વખતની મુલાકાતનો હેતુ અલગ છે. 2015માં મસ્ક ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક હતા, પરંતુ હવે તે ટ્રમ્પના પ્રમુખ સલાહકાર બની ચૂક્યા છે.

ભારતમાં રોકાણ વધારશે ઈલોન મસ્ક?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ટેસ્લા અને સ્પેસએક્સની ભારતમાં કેટલી સંભાવના છે તેની પર ચર્ચા થઈ શકે છે. મસ્કે પહેલાં ભારતમાં એક રિઝનેબલ પ્રાઈઝમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં રસ દાખવ્યો હતો. પરંતુ તે સ્પષ્ટ નથી કે, તે હજુ પણ તે આમાં રસ દાખવે છે કે નહીં? અથવા કોઈ અન્ય વિષય પર વાત કરવા ઇચ્છે છે. આ સિવાય ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાના વિસ્તાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિ પર વાતચીત થઈ શકે છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સસ્તા ઇન્ટરનેટની સુવિધાની આશા રાખવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક એટલે પણ ખાસ માનવામાં આવે છે કારણકે, મસ્ક હવે ટ્રમ્પ પ્રશાસનનો એક હિસ્સો છે, તેઓ ટ્રમ્પના ખાસ વ્યક્તિ છે. આ મુલાકાતની રાજકીય અને આર્થિક બંને સ્તર પર અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવું આવકવેરા બિલ: કરદાતાઓને થશે મોટો ફાયદો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button